અયોધ્યા વિવાદ – સુપ્રીમે મધ્યસ્થતા સમિતિને ૧૫ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

અયોધ્યા વિવાદ – સુપ્રીમે મધ્યસ્થતા સમિતિને ૧૫ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો
Spread the love

ન્યુ દિલ્હી,તા.૧૦

રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ અયોધ્યા રામ-જન્મભૂમી બાબરી મÂસ્જદ જમીન વિવાદનો સર્વમાન્ય ઉકેલ લાવવા માટે સર્વોચ્ચ અદાલત દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિએ સિલબંધ કવરમાં પોતાનો વચગાળાનો રિપોર્ટ સોંપી દીધો છે. આ ઘટના સાથે સંકળાયેલા સુત્રએ જણાવ્યું કે, ૬ મેના રોજ સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને સિલબંધ કવરમાં રિપોર્ટ સોંપી દેવાયો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન મધ્યસ્થથા સમિતિ દ્વારા વિવાદનું યોગ્ય અને સચોટ સમાધાન મેળવવા માટે ૧૫ ઓગસ્ટ સુધીના સમયની માગણી કરવામાં આવી હતી. જેને સર્વોચ્ચ અદાલતે માન્ય રાખીને મધ્યસ્થતા સમિતિને ૧૫ ઓગસ્ટ, ૨૦૧૯ સુધીનો સમય લંબાવી આપ્યો છે. સાથે જ આ વિવાદ સાથે સંકળાયેલા તમામ પક્ષોને તેમને જે કોઈ વાંધા હોય તે ૩૦ જૂન સુધીમાં આ સમિતિ સમક્ષ રજૂ કરી દેવા જણાવ્યું છે.
સુપ્રીમની ૫ સભ્યોની બેન્ચે બંને પક્ષો તરફથી હાજર રહેલા વકીલોને જણાવ્યું કે, “આ મુદ્દે છેલ્લા અનેક વર્ષોથી પડતર છે અને ચાલ્યો આવે છે. તો પછી આપણે મધ્યસ્થતા સમિતિને શા માટે વધુ સમય ન આપવો જાઈએ?”
હિન્દુ અને મુÂસ્લમ બંને પક્ષો તરફથી આ કેસમાં હાજર રહેતા વકીલોએ મધ્યસ્થતા સમિતિની પ્રક્રિયામાં વિશ્વાસ મુક્્યો. તેમણે જણાવ્યું કે, તેઓ આ સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને તેમના જે કોઈ વાંધા હોય તે સમિતિ સમક્ષ ૩૦ જુન સુધી રજૂ કરી દેવા આદેશ આપ્યો.
જા ત્રણ મધ્યસ્થીઓને આશા છે કે તેઓ સમસ્યાનું સચોટ સમાધાન કરી શકે એમ છે તો પછી તેમને ૧૫ ઓગસ્ટ સુધીનો સમય આપવામાં શો વાંધો છે? મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ કÌšં કે અત્યાર સુધી કેટલી પ્રગતિ થઈ છે એ અમે આપને જણાવી શકીએ નહીં, કેમ કે તે અત્યંત ગુપ્ત છે. આથી એ સ્પષ્ટ થાય છે કે, સુપ્રીમ કોર્ટ અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા ૨૦૧૦માં આવેલા ચૂકાદાથી જૂદો મત ધરાવે છે. જેમાં વિવાદિત જમીનને રામ લલ્લા, નિરમોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડને સમાન રીતે વહેંચવાનો આદેશ અપાયો હતો.
સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે તેમને મધ્યસ્થતા સમિતીનાના ચેરમેન ન્યાયાધિશ એફ.એમ. કલીફૂલ્લા તરફથી વિનંતી મળી છે કે તેમને આ મુદ્દાનું યોગ્ય સમાધાન શોધવા માટે ૧૫ ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવે. આથી સુપ્રીમ કોર્ટ તેમને ૧૫ ઓગસ્ટ સુધીનો સમય આપે છે.
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે આ આખી કાર્યવાહી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે. તેમજ સમતિના કોઈ પણ સભ્ય પોતાના વિચારોને કોઈ પણ વ્યÂક્ત કે માધ્યમ સમક્ષ રજૂ નહીં કરી શકે. સુપ્રીમ કોર્ટે આ માટે અયોધ્યાથી સાત કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં મધ્યસ્થતા માટે જગ્યા નક્કી કરી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આ માટે તમામ વ્યવસ્થા કરવાનો પણ આદેશ કર્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!