જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના યજમાન પદે જાયન્ટ્સ ફેડરેશન મલ્ટી યુનિટ કોન્ફરન્સ – 2023 યોજાશે

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના યજમાન પદે જાયન્ટ્સ ફેડરેશન મલ્ટી યુનિટ કોન્ફરન્સ – 2023 યોજાશે
Spread the love

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના યજમાન પદે જાયન્ટ્સ ફેડરેશન મલ્ટી યુનિટ કોન્ફરન્સ – 2023 યોજાશે

આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફર ફાઉન્ડેશન સલગ્ન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના યજમાન પદે જાયન્ટ્સ ફેડરેશન ૩/બી ની મલ્ટી યુનિટ કોન્ફરન્સ ૨૦૨૩ તા.૮/૧૦/૨૩ રવિવાર ના રોજ શ્રીમતિ આર. એ.કળથીયા વિદ્યાભવન , ભાવનગર રોડ , બોટાદ ખાતે સવારના ૯:૦૦ કલાકે યોજાશે.
આ મલ્ટી યુનિટ કોન્ફરન્સ માં યુનિટ -૩ ,૪,૫ ના જાયન્ટસ ગૃપો બોટાદ , ગઢડા , મહુવા ,પાલીતાણા , સિહોર , દિવ , માંગરોળ , બોટાદ સાહેલી , સુરેન્દ્રનગર સાહેલી અને યંગ જાયન્ટ્સ બોટાદ ભાગ લેશે.
આ કોન્ફરન્સ ના ઉદ્દઘાટક તરીકે માન. મહર્ષિ રાવલ (નાયબ પોલીસ અધિક્ષકશ્રી બોટાદ ) , મુખ્ય મહેમાન પદે ફેડરેશન ઉપ પ્રમુખ કેતન ભાઈ રોજેસરા અને દુષ્યંત ભાઈ પંડયા અને સમારોહ ના અધ્યક્ષ પદે સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી રાજેશ ભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે યુનિટ ડિરેક્ટર સી.એલ.ભીકડીયા , સંજયભાઈ શેઠ , ગુણવંત ભાઈ સુખાનંદી ઉપસ્થિત રહી વિવિધ ગૃપો ના પ્રોજેક્ટ /પ્રોગ્રામ ની સમીક્ષા કરાશે. તેમજ ફેડરેશન ના વિવિધ પદાધિકારીઓ વિવિધ પ્રોજેક્ટ /પોગ્રામ અંગે માર્ગ દર્શન પૂરું પાડશે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20231006-WA0022-0.jpg IMG-20231006-WA0023-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!