શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સેક્ટર 23 ખાતે વ્યાખ્યાન યોજાયું.

ભારતીય વિચાર મંચ ગાંધીનગર દ્વારા “ભારત કી રાષ્ટ્રીયતા” વિષય પર 09 ઓક્ટોબર 2023 સોમવારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સેક્ટર 23 ખાતે વ્યાખ્યાન યોજાયું.
જેમાં મુખ્ય વ્યક્તિ તરીકે શ્રી અરુણકુમાર ઉપાધ્યાય જી (Rt. IPS ઓફિસર, લેખક, ચિંતક) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 52 જેટલા પ્રબુદ્ધ લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં ભારતીય વિચાર મંચ ગાંધીનગર કેન્દ્રના ઉપાધ્યક્ષ શ્રી દીપકભાઈ રાઠોડએ વક્તાશ્રી નું પુસ્તક આપીને સ્વાગત – અભિવાદન કર્યું હતું. વક્તાએ પોતાના બૌદ્ધિક દરમિયાન ભારત દેશ વિશે શ્રીમદ્ ભગવત ગીતા, રામાયણ, મહાભારત, વેદ, ઉપનિષદના સંદર્ભ ટાંકીને અખંડ ભારતની વાત રજૂ કરી હતી. વધુમાં તેમણે ભારતની વિવિધ ભાષા, લીપી, ભૂતકાળનું ભારત, વર્તમાન ભારતની સ્થિતિ, ભવિષ્યનું ભારત જેવા મુદ્દે ઊંડાણપૂર્વક પોતાના વિચાર રજૂ કર્યા હતા. ત્યારબાદ વક્તાશ્રીએ શ્રોતાઓના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. કાર્યક્રમના અંતે ગાંધીનગર કેન્દ્રના મંત્રી અભિષેક બારડે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300