આઝાદીના ૭૧ વર્ષ પછી પણ ગામડાઓ પાયાની સુવિધાથી વંચિત કેમ…?

આપણા દેશનું દુર્ભાગ્ય કહેવામાં આવે કે જનમાનસ, ખાસ કરીને ગરીબ, મજુર, ખેડૂતો, મધ્યમવર્ગ અને ગ્રામ્ય લોકો સાથે જાડાયેલી જન સમસ્યાઓનો વિકાસ નાણાંના અભાવે થતો નથી. સરકારની ઈચ્છા છતાં આઝાદીના ૭૦ વર્ષ વીતી જવા છતાં અત્યાર સુધી નાણાંના અભાવે આ મૂળભૂત પ્રશ્નોનુ નિરાકરણ કરીને દેશના લોકોને રાહત આપી શકી નથી. બીજી તરફ જ્યાં આપણા દેશના કરોડો-અરબો રૂપિયા મોટા મોટા ધનપતિઓ લઈને વિદેશ ભાગી રહ્યા છે, તો ત્યાં બીજી તરફ કરોડો કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓના દર વર્ષે માફ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં કરોડો અને અબજા રૂપિયા ભ્રષ્ટાચારમાં ભેટ ચડીને સરકારી તિજારીઓને ખાલી કરી રહ્યા છે. અને દર પાંચ વર્ષે દેશના અરબો- ખરબો રૂપિયા રાજકીય પક્ષ પોતાની રાજનીતિને ચમકાવવા એટલે કે ચૂંટણી લડવા માટે પાણીની જેમ ખર્ચ કરીને ચૂંટણી જીતવા ખર્ચ કરી રહ્યા છે.! આ રીતે સરકારી તિજારીના કરોડો રૂપિયા ચૂંટણી કરાવવાના નામે ખર્ચ થઇ રહ્યો છે. સરકારી ખર્ચ કે લુટ સરકારના તમામ પ્રયાસો છતાં ઘટવાને બદલે સતત વધતા જઈ રહ્યા છે. વીતેલા છેલ્લા પાંચ વર્ષમાં કરોડો અરબો રૂપિયા જ્યાં લુટાઈ ગયા છે ત્યાં કરોડો રૂપિયા ભ્રષ્ટાચારની ભેટમાં પણ ચડી ગયા છે કે જેને સરકાર રોકી શકી નથી. આ લોકશાહી દેશમાં ચૂંટણી કરાવવાને નામે થનાર સરકારી ખર્ચ આઝાદી પછી સતત વધતો રહ્યો છે. જેની સીધી અસર સરકારી તિજારી પર એટલે અર્થવ્યવસ્થા ઉપર પડી રહી છે, અને આ તમામ ખર્ચનો બોજા દેશના લોકોને ઉઠાવવો પડે છે જે વિવિધ રૂપે- ટેક્સ રૂપે કે અન્ય રીતે ભરપાઈ કરવો પડે છે.
આઝાદી પછી શરૂ થયેલ ચૂંટણીમાં પ્રથમ ચૂંટણીમાં સરકારી ખર્ચ માત્ર બાર લાખ થયો, પછી બીજી ચૂંટણીમા ૧૭ લાખ અને પછીથી ચૂટણીઓમામાં ખર્ચ વધતો જ ચાલ્યો અને તાજેતરની ચૂંટણીમાં વધીને પાંચ હજાર કરોડ થઈ જશે. પંચાયતથી લઈને રાષ્ટÙપતિ સુધી ચૂંટણી યોજાય છે અને ચૂંટણીઓ પછી મોંઘવારી વધી જાય છે. અને આ તમામ પ્રકારનો ખર્ચ જનમાનસથી જાડાયેલ તમામ વિકાસ યોજનાઓ પૂરી થઈ શકે છે. આને દુર્ભાગ્ય ના કહેવાય તો શુ કહીશુ…? આઝાદી મળ્યાના ૭૦ વર્ષ પછી પણ ગામડાઓ સુધી પૂરતી સુવિધાઓ ન મળવાને કારણે હજારો લોકો અકાળે મૃત્યુ પામે છે અને તમામ વિકાસ યોજનાઓ ને પૂરી કરવામાં નથી આવી તે પણ હકીકત છે… અત્યારે પણ દેશના અનેક વિસ્તારોમાં નદીઓ ઉપર પુલ નથી પરિણામે જીવના જાખમેં લાકડાના પુલ બનાવી નદી પાર કરવી પડે છે. તો ગ્રામ્ય હોÂસ્પટલોમાં પૂરતી દવાઓ તથા સાધનોનો અભાવ છે. એતો ઠીક ગ્રામ્ય વિસ્તારોના દવાખાનાઓમાં દવા, ડાક્ટરો અને સાધનોનો પણ અભાવ છે. ત્યાં સરકાર પણ પૂરું કરવામાં પાછી પડી છે…!? જેનો ભોગ ગ્રામ્ય લોકો, મજુરો, ગરીબ લોકો બને છે. બધા જાણે છે કે ગામડાઓમાં વસ્તી વધુ છે. તેમને પૌÂષ્ટક આહાર કે જરૂરી સુવિધા નથી મળતી તો બધા પ્રકારની બીમારીને અનુસંધાને સ્વાસ્થ્ય કેન્દ્રોમાં દવા અને જરૂરી તજજ્ઞો પણ નથી. અરે એ તો ખરે પરંતુ ૭૦ વર્ષની આઝાદી પછી પણ ગ્રામ્ય લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી જે-તે રોગના જરૂરી ડોક્ટરો નથી તો દવાઓ પણ નથી. સરકાર રાષ્ટÙીય સ્વાસ્થ્ય મિશનના નામે કરોડો કરોડો રૂપિયા ખર્ચ કરે છે, પરંતુ ગ્રામ્ય કક્ષાની હોÂસ્પટલોમાં મૂળભૂત સુવિધાઓ નથી અને ડોક્ટરો પણ નથી પછી દવા માટે તો શું કહેવું….?
ચૂંટણીઓના ખર્ચ પછી સંસદસભ્યો અને ધારાસભ્યોને દર વર્ષે કરોડો રૂપિયાના પગાર ભથ્થા સહિતના અનેક લાભો મળે છે. ભારતમાં બધા રાજ્યોના મળીને કુલ એ ૪૧૨૦ ધારાસભ્યો અને ૪૬૫ એમએલસી એટલે કે કુલ્લે ૪૫૮૨ ધારાસભ્ય પ્રતિમાસ વેતન-ભથા આ બધું મળીને બે લાખનો ખર્ચ થાય છે. એટલે કે ૯૧ કરોડ ૩૪ લાખ રૂપિયા પ્રતિમાસના હિસાબે દર વર્ષે ૧૧૦૦ કરોડ રૂપિયા. અને લોકસભા અને રાજ્યસભા મળીને કુલ ૭૭૬ સંસદ સભ્યો છે આ સાંસદોને વેતન-ભથા બધા મળીને પ્રતિ માસ પાંચ લાખ આપવામાં આવે છે. એટલેકે સંસદ સભ્યો નું કુલ વેતન પ્રતિમાસ ૩૮ કરોડ ૮૦ લાખ અને દર વર્ષે આ સાંસદોને ૪૬૫ કરોડ ૬૦ લાખ રૂપિયા આપવામાં આવે છે.જે શહેરોના તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોના ખિસ્સામાંથી આ તમામ ખર્ચ ચુકવાય છે. છતાં પણ લોકમાનસમાં મૂળભૂત સુવિધા અંગે જાગૃતિનો અભાવ છે જેને સ્વીકારવું જ રÌšં….!?