દેશમાં ભયનો માહોલ,કોઇ મીડિયા મોદી વિરુદ્ધ નથી બોલી શકતુઃ મમતા બેનર્જી

કોલકાત્તા,
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કÌšં કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે લડવાની ક્ષમતા માત્ર તૃણમૂલ કોંગ્રેસ પાસે છે. વડાપ્રધાને આખા દેશને ડરાવીને રાખ્યો છે. ડરથી કોઈ વ્યÂક્ત બોલી નથી શકતું. આજે તમે કોઈપણ નેશનલ ટીવી ચેનલ ખોલશો તો મોદી મોદી જ દેખાશે,કોઈ મીડિયા હાઉસ તેમના વિરુદ્ધ નથી બોલી શકતું. દરેક ઇÂન્સ્ટટ્યૂટ પર,દરેક સંસ્થાઓ પર સંઘ ,ભાજપે કબજા જમાવી લીધો છે. પાંચ વર્ષમાં મોદી સરકારે આ બધું કામ કર્યું છે.
મમતા બેનરજીએ જણાવ્યું કે ભાજપ સૌથી વધુ ઝડપી અને ખતરનાક રાજનૈતિક દળ છે. ભયંકર અત્યાચારી દળ છે. તમે એવું પૂછશો કે તમે પાંચ વર્ષમાં શું કર્યું? તો તેઓ એક પણ જવાબ નહિ આપે.
મમતા બેનરજીએ આરોપ લગાવ્યો છે કે જનધનના નામ પર આટલો મોટો ગોટાળો કેમ કર્યો? કોઈ નથી જાણતું. રૂપિયા ક્્યાં અને કોને મળશે તે કોઈ નથી જાણતું. દરેક રૂપિયા ભાજપના ખિસ્સામાં ગયા છે. રાફેલ ચોરીમાં કોને કેટલા રૂપિયા મળ્યાં?પેટ્રોલ,ડીઝલ,ગેસના ભાવ કેટલી વાર વધાર્યા?ચૂંટણી પછી ફરીથી વધારી દેશે.
મમતા બેનરજીએ કÌšં કે દેશ માટે તેમણે શું કર્યું?ગૌરક્ષક વાહિની બનાવી અને લોકોની હત્યા કરવામાં આવી. ઉત્તર પ્રદેશમાં કેટલી હત્યા થઇ? રાજસ્થાન,ગુજરાતમાં કેટલી હત્યાઓ થઇ? જવાબ આપો. બંગાળમાં આ બધું અમે નથી થવા દીધું. યુપીમાં લિંચિંગ સિÂન્ડકેટના નામ પર કેટલા લોકોની હત્યા કરવામાં આવી?
મમતા બેનરજીએ કÌšં કે તમે બંગાળ પાસેથી કેટલો ટેક્સ લો છો?૫૦ હજારથી વધારે કરોડ રૂપિયા તમે લો છો,બંગાળથી તમે રોજ કેટલું સેઝ,કેટલું કસ્ટમ વસૂલો છો અને બંગાળને માત્ર ૭% આપો છો. તમે બંગાળથી એકપણ રૂપિયો ના લેશો અને અમારે તમારા રૂપિયાની જરૂર નથી. તમે બંગાળથી જે ૭% લો છો અને કહો છો કે આ તમારા રૂપિયા છે. તમારી પાર્ટીના રૂપિયા છે? તમારા ખિસ્સાના રૂપિયા છે? દેશની પ્રજાના રૂપિયાને તમારા રૂપિયા કહો છો ?