મુખ્યમંત્રીશ્રીને અમરેલી એરપોર્ટ પર વિદાયમાન અપાયું

મુખ્યમંત્રીશ્રીને અમરેલી એરપોર્ટ પર વિદાયમાન અપાયું
અમરેલી તા.૨૩ નવેમ્બર, ૨૦૨૩ (ગુરુવાર) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલીની મુલાકાતે હતા. અમરેલીના એરપોર્ટ ખાતેથી ગાંધીનગર પરત જવા વિદાય લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીની વિદાયવેળાએ સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયા, નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુંકાવાવ વડીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય સર્વ શ્રી મહેશ કસવાલા, શ્રી જનકભાઈ તળાવીયા ઉપરાંત અગ્રણીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ,
રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર, કાર્યકારી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસવડા હિમકર સિંઘ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300