વડગામ : ઐદરાણામાં કપિરાજ આકસ્મિક વીજ કરંટ લાગતા શાસ્ત્રોક્ત વિધિ સાથે સમાધિ આપી

વડગામ : ઐદરાણામાં કપિરાજ આકસ્મિક વીજ કરંટ લાગતા શાસ્ત્રોક્ત વિધિ સાથે સમાધિ આપી
વડગામના ઐદરાણામાં કપિરાજ આકસ્મિક વીજ કરંટ લાગતા ધર્મ પ્રેમી પરિવારે શાસ્ત્રોક્ત વિધિ સાથે સમાધિ આપી
પોતાના ખેતરમાં વિધિવત સમાધિ આપી સંકલ્પ કર્યો છે કે દર મહિનાની તિથિએ ભજન કિર્તન કરી જગ્યાની પવિત્રતા જાળવવા પ્રયત્ન કરીશ
વડગામ તાલુકાના ઐદરાણામાં બસ સ્ટેન્ડ પર કપિરાજને આકસ્મિક વીજ કરંટ લાગતા ગામના ધર્મ પ્રેમીએ
પોતાના ખેતરમાં શાસ્ત્રોક્ત વિધિવત સમાધિ આપી હતી. અને તેમણે સંકલ્પ કર્યો છે કે દર મહિનાની માસિક પુણ્ય તિથિએ સમાધિ વાળી જગ્યાએ ભજન કિર્તન કરી જગ્યાની પવિત્રતા જાળવવા પ્રયત્ન કરીશ સારા દિવસે પુજા હવન કરીશ અને બાળકોને જમાડિશ જેવા સંકલ્પ કર્યો હતો.
વડગામ તાલુકાના ઐદરાણા ગામના વતની અને હાલ ગાંધીધામ માં આવેલ કેટ ગાર્ડન હોટલ ના માલિક
ઉપેન્દ્રપૂરી ગોસ્વામી ખુબજ ધાર્મિક જીવન છે.અને તેઓ હાલમાં પોતાના ગામમાં આવ્યા હતા.ત્યારે શનિવારે સવારે 8 કલાકે બસ સ્ટેન્ડ પર આકસ્મિક વીજ કરંટ લાગતા કપિરાજને દેવલોક પામ્યા હતા. જેની ઉપેન્દ્ર ભાઈને જાણ થતાં તરતજ તેઓ ઘટના સ્થળ ઉપર જઈ કપિરાજ મહારાજને વંદન કરી તેમને સ્પર્શ કરતા કપિરાજ દેવલોક પામ્યા હતા. ત્યારે જે જગ્યાએ કપિરાજ નો દેહ પડેલ હતો એની આજુબાજુ માં મોટી સંખ્યામાં કપિરાજ નો સમુહ ભેગો થઈ ગયો.ત્યારે ઉપેન્દ્ર ભાઈએ લોકો ની હજારની માં દેવલોક પામેલ કપિરાજ ને ગળે લગાવી તેમના ખેતર પર લઈ જઈ એક નિર્ધારિત જગ્યાએ શાસ્ત્રોક્ત વિધિવત સમાધિ આપી હતી.અને તેમણે જણાવ્યું હતું કે સમાધિ વાળી જગ્યા પવિત્રતા જાળવિશ અને કે દર મહિનાની કપિરાજની માસિક પુણ્ય તિથીએ ભજન કિર્તન કરવાનો હું સતત પ્રયત્ન કરીશ અને આવનારા સમયમાં એક કપિરાજને મહારાજ ની સમાધિ નુ નિર્માણ કરી ભવિષ્ય માં મંદિર બનાવી પુજા હવન કરીશ અને બાળકોને જમાડિશ જેવા સંકલ્પ કર્યો હતો. ત્યારે આવા સારા કામમાં ગાધિધામ મ આવેલા કેટ ગાર્ડન ના નિર્માણ કરતા અને એવા જીવદયા પ્રેમી ઉપેન્દ્રપુરી ગોસ્વામી સાથે દેવભાઈ,એકતાબેન ગૌસ્વામી અને સાથી મિત્રો એ સાથ સહકાર આપ્યો હતો
રિપોર્ટ :વિક્રમ પરમાર વડગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300