ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું

રાજકોટ જિલ્લાના ઉપલેટામા ગાંધી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ ઉપલેટા ખાતે પ્રાંત અધિકારીશ્રી લિખિયા સાહેબ અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ તકે જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિબેન પટેલ,નાયબ ખેતી નિયામકશ્રી, એચ.ડી. વાદી અને નાયબ ખેતી નિયામકશ્રી એમ .એમ કાસુંદરા તેમજ કાર્યક્રમના મુખ્ય મહેમાન હરિભાઈ ઠુંમર હાજર રહેલ. ત્યારે આ કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો ખેતીવાડી, કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન, પશુપાલન, આરોગ્ય કેમ્પ, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિતરણ, સેવાસેતુ, તેમજ સરકાર તરફથી ખેડૂતલક્ષી યોજનાઓ બાબતે વાત કરવામાં આવી હતી ત્યારે આ કૃષિ મહોત્સવમા 30 ઉપરાંત અલગ અલગ સરકારી વિભાગના સ્ટોલ રજુ કરવામાં આવ્યાં હતાં ત્યારે આ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન યાર્ડના સેક્રેટરી
મામલતદાર શ્રી ધનવાણી સાહેબ, તાલુકા વિકાસ અધિકારી ભાસ્કરભાઈ, ખેતી અધિકારી સાંડપાભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ, ટીડીઓ, તાલુકા ખરીદ સંઘના પ્રમુખ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં આંગણવાડી, આરોગ્ય, પોલીસ, પંચાયત, શિક્ષણ, પીજીવીસીએલ સહિત વિભાગોના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ રવિ કૃષિ મહોત્સવ 2023 ને સફળ બનાવવા માટે ખેતીવાડી વિભાગના તમાંમ ગ્રામ સેવકોએ બહોળી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા કામગીરી કરી હતી.
રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300