ખેરગામના બહેજ રૂપાદેવી માતાજીના મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો.

ખેરગામના બહેજ રૂપાદેવી માતાજીના મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો.
ખેરગામ : રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ તેમજ ખેતી પાકો અંતર્ગત આધુનિક અને વૈજ્ઞાનિક સમજ મળી રહે તેમજ લોકોને સરકારી સેવાઓ એક જ છત્ર નીચે ઉપલબ્ધ થાય તે હેતુસર રાજ્યમાં તમામ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અને સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત ખેરગામ તાલુકાના બહેજ ગામના રૂપાદેવી માતાજીના મંદિરના પટાગણમાં રવિ કૃષિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ક્રાર્યક્રમ ની રૂપરેખા આપી મિતેશ એન. ભોયા મદદનીશ ખેતી નિયામક એ શાબ્દિક સ્વાગત કર્યા બાદ ખેરગામના વાવ ગામના પ્રગતીશીલ ખેડૂત અને પ્રાકૃતિક ખેતીના વિચારો અને અનુભવી રેખાબેન પટેલ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જમીન જે જિવંત રાખશો તો જમીન આપણને જીવતી રાખશે એવો સમજાવ્યુ અને પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું હતું.પૂર્વેશભાઈ ખાંડાવાલા સામાજીક ન્યાય સમિતિ અધ્યક્ષ એ આધુનિક ખેતીમાં રસાયણિક ખાતર ના વધુ પડતા ઉપયોગના કારણે થતા જમીન નુકશાન વિશે જણાવ્યુ.
કૃષિ મહોત્સવ થકિ થતા ફાયદા વિશે ખેડૂતોને જણાવ્યું. તેમજ પ્રાકૃતિક ખેતી થી આપણા વિસ્તારને રોગ મુક્ત અને સ્વસ્થ સમાજ બનાવાનુ આહવાહન કર્યું.કૃષિ તજગ્નો ને પાક વિષયક અને નવિંતમ ટેકનોલોજી અને ઈથેનોલ વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું સ્ટેજ ખાતે થી ૫ ખેડૂત લાભર્થીઓને બાગાયત ૧૮૩૬૫૦ રૂ. અને પશુપાલન ના ૪ લાભાર્થી થઈ કુલ રૂ. ૭૨૦૦૦ રૂ. ની સહાય તેમજ આત્મા દ્વારા બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ ૧૦૦૦૦ રૂ. નુ વિતરણ કરવામાં આવ્યું.ખેતી વિષયક ૧૭ સ્ટોલ અને સેવાસેતુ ના ૧૫ સ્ટોલ નુ આયોજન કરવામાં આવ્યુ. આ સમગ્ર કાર્યક્રમમાં ખેડૂતોએ ઉત્સાહ પુર્વક ભાગ લિધો હતો.કાર્યક્રમ ખાતેખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ,નવસારી જિલ્લા પંચાયત અધ્યક્ષ જાહેર આરોગ્ય સમિતિ સુમિત્રાબેન ગરાસિયા, જિલ્લા પંચાયત સદસ્ય ભિખુભાઈ આહિર, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ લીનાબેન અમદાવાદી, ખેરગામ તાલુકા સામાજીક અને ન્યાય સમિતિ અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા, જિલ્લા કિસાન મોરચા ઉપ પ્રમુખ આશિષભાઈ નાયક સરપંચ બહેજ ગ્રામ પંચાયત ભાનુબેન પટેલ અને તાલુકા સંગઠન મહામંત્રી લિતેશભાઈ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર તાલુકા વહિવટી તંત્ર અને ખેતીવાડી ખાતાએ સંપુર્ણ આયોજન કરવામાં આવ્યું હતું
રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300