નાણામંત્રીશ્રી ના હસ્તે સામાજિક અધિકારીતા શિબિરમાં દિવ્યાંગોને નિઃશુલ્ક સહાય વિતરણ

નાણામંત્રીશ્રી ના હસ્તે સામાજિક અધિકારીતા શિબિરમાં દિવ્યાંગોને નિઃશુલ્ક સહાય વિતરણ
Spread the love

નાણામંત્રીશ્રી ના હસ્તે સામાજિક અધિકારીતા શિબિરમાં દિવ્યાંગોને નિઃશુલ્ક સહાય વિતરણ


નાણામંત્રી કનુભાઈ દેસાઇના હસ્તે સામાજિક અધિકારીતા શિબિરમાં ૧૬૯૬ દિવ્યાંગોને નિઃશુલ્ક સહાય વિતરણ કરાયું.

દિવ્યાંગોને ઓછા અને કિફાયતી ભાવે સાધનો મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નો કરે છે – મંત્રી કનુભાઈ


ખેરગામ : વલસાડના પારડી ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકાર, ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો) અને જિલ્લા વહીવટી તંત્ર, વલસાડ દ્વારા આયોજિત ‘સામાજિક અધિકારીતા શિબર’ના માધ્યમથી દિવ્યાંગજનો માટે ભારત સરકારની એડિપ (Scheme of assistance to disabled person for purchase/fitting of aids/appliances) યોજના અંતર્ગત નિઃશુલ્ક સહાય વિતરણ કાર્યક્રમમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કુલ ૧૬૯૬ દિવ્યાંગોને સહાય વિતરણ કરવામાં આવ્યું. દિવ્યાંગજનોનું કુલ રૂ.૧૫૩ લાખના ખર્ચે કૃત્રિમ હાથ-પગ, ઇલેકટ્રીક મોટર, સ્માર્ટ મોબાઇલ, સી.પી.ચેર, વ્હિલચેર, ટ્રાયસીકલ, કેલીપર્સ, વોકીંગ સ્ટીક, સાંભળવાનું મશીન, ઘોડી, સ્માર્ટ કેઇન જેવા સહાયક સાધનો માટે તપાસ અને આંકલન કરવામાં આવ્યું હતું.


સામાજિક અધિકારીતા શિબિરના સુંદર આયોજન બદલ સમગ્ર વહીવટીતંત્રને અભિનંદન આપતા મંત્રી એ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં માત્ર ૨૦ જગ્યાએ અને ગુજરાતમાં માત્ર બે જ જિલ્લા બનાસકાંઠા અને વલસાડમાં આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના અધિકારીઓની સજાગતા અને સંવેદનશીલતાના કારણે વલસાડમાં આયોજન શક્ય બન્યું છે. દેશના વડાપ્રધાન પહેલા પોતાનો સમય સંગઠન અને સામાજિક કાર્યોમાં વિતાવતા ત્યારે તેમણે અનેક સમસ્યાએ જોઈ, દિવ્યાંગોની તફલીફો જોઈ હતી. ગુજરાતના મુખ્યમંત્રી અને હાલ પ્રધાનમંત્રી બન્યા બાદ આ દરેક સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે. કાનપુરમાં દિવ્યાંગો માટે સાધનો બનાવવાની વ્યવસ્થા ઉભી થઈ છે એ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના કારણે જ શક્ય બન્યું છે. દિવ્યાંગોને ઓછા અને કિફાયતી ભાવે સાધનો મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. દિવ્યાંગજનો લઘુતા ન અનુભવે એવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. રમતગમત ક્ષેત્રે પણ પેરા ઓલિમ્પિક અને પેરા – ક્રિકેટ વર્લ્ડકપમાં ખુબ જ ઉમદા પ્રદર્શન કર્યું છે.
કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના અને બીજા લાભાર્થી જિલ્લાના સહાય વિતરણ સ્ટોલ દ્વારા સહાય વિતરણ કરવામાં આવી રહયું હતું જેની મંત્રી એ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. દિવ્યાંગજનો માટે મતદાર જાગૃતિનો સ્ટોલ પણ ઊભો કરવામાં આવ્યો હતો.
એડીપ યોજના હેઠળ ૪૦ ટકાવારીથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ પ્રકારના દિવ્યાંગજનોની દિવ્યાંગતા અનુસાર જરૂરીયાત પ્રમાણે સહાયક સાધનો માટે ૧ લાખ ૮૦ હજારથી ઓછી આવક મર્યાદા અથવા BPL ધરાવતા લાભાર્થી નોંધણી કરાવી શકે છે.
ભારત સરકારની એડિપ યોજના હેઠળ દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે ભારતના જુદા-જુદા ૨૦ સ્થળોએ વિના મૂલ્યે સહાયક સાધનોના વિતરણ માટે “સામાજિક અધિકારીતા શિબીર”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ ડો. કે. સી. પટેલ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.કાર્યક્રમમાં મૂક-બધિર લાભાર્થીઓ માટે સમગ્ર કાર્યક્રમનો સાંકેતિક ભાષામાં અનુવાદ ચંદ્રાવતીબેન ટંડેલ દ્વારા કરવામાં આવ્યો હતો. ઉન્નતિ દેસાઈએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, CWC ના ચેરપર્સન સોનલ સોલંકી, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, ઇનચાર્જ પારડી મામલતદાર પ્રીતિ મોઢવાડિયા, સમાજ સુરક્ષા અધિકારી વી. એમ. ગોહિલ, કર્મચારીઓ, દિવ્યાંગ લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!