જૂનાગઢ : મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સફાઈ ઝૂંબેશ…

મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સફાઈ ઝૂંબેશ…
મેયરશ્રી, પદાધિકારીશ્રી, અધિકારીશ્રી,વિદ્યાર્થીઓ,શહેરીજનો બહોળી સંખ્યામાં સફાઈ અભિયાનમાં જોડાયા …
સ્વચ્છતા હી સેવા અંતર્ગત આજરોજ મહાનગર પાલિકા જુનાગઢ દ્વારા તા:૨૫/૧૧/૨૦૨૩ ના રોજ સાબલપુર ચોકડી થી રાજકોટ હાઇવે ભેસાણ ચોકડી,સાબલપુર ચોકડી ધોરાજી ચોકડી તેમજ સાબલપુર ચોકડીથી દોલતપરા મેઇન રોડ પર સફાઈ અભિયાન ચલાવવામાં આવેલ જેમાં માન.મેયરશ્રી ગીતાબેન મોહનભાઈ પરમાર,માન. કમિશનર શ્રી રાજેશ.એમ.તન્ના, સ્થાયી સમિતિ ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડા,સેક્રેટરી શ્રી કલ્પેશ ભાઈ ટોલીયા,આસિ.કમિશનરશ્રી જયેશ.પી.વાજા,કાર્યપાલક ઇજનેરશ્રી અલ્પેશભાઈ ચાવડા,સેનિટેશન સુપ્રિશ્રી. હાજાભાઇ ચુડાસમા,હાઉસ ટેક્સ સુપ્રિ.શ્રી વિરલભાઈ જોષી દ્વારા પ્રતીકાત્મક રૂપે સફાઈ કરવામા આવી.તેમજ શ્રી રાજુભાઈ ત્રિવેદી,શ્રી મનીષભાઈ દોશી,શ્રી વિનાયક બાપુ તેમજ 36 સફાઈ કામદાર એસએસજી અને આંગણવાડીની બહેનો તેમજ નોબલ કોલેજના 300 જેટલા વિદ્યાર્થીઓ, 15 જેટલા એસ આઈ શ્રી ઓ અને બહોળી સંખ્યામાં શહેરીજનો સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આમ 1000 જેટલા લોકોએ ત્રણ જેસીબી બે સુપડી પાંચ ટ્રેક્ટર અને ચાર ટીપર વાનની મદદથી 60 ટન સીએનડી વેસ્ટ અને પાંચ ટન કચરો નિકાલ કરવામાં આવેલ.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300