હાસ્યકાર જગદીશ ત્રિવેદીને મહામહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ધરતીરત્ન એવોર્ડ”

હાસ્યકાર જગદીશ ત્રિવેદીને મહામહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ધરતીરત્ન એવોર્ડ”
જગદીશ ત્રિવેદીએ પોતાને આપવામાં આવેલા ૧૧,૦૦૦/- માં ૧,૦૦,૦૦૦/- ઉમેરી ૧,૧૧,૦૦૦/- આશીર્વાદ ફાઊન્ડેશનને આરોગ્યલક્ષી સેવા માટે પરત આપ્યા
તા.૨૫/૧૧/૨૦૨૩ સાંજે સરદાર પટેલ સભાગૃહ, શાહીબાગ, અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્રારા આયોજીત કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર, લેખક , ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ ધરતીરત્ન” એવોર્ડ એનાયત થયો હતો. જગદીશ ત્રિવેદીએ સન્માનપત્ર સાથે મળેલી ૧૧,૦૦૦/- રુપિયાની રકમમાં પોતાના તરફથી ૧,૦૦,૦૦૦/- એક લાખ રુપિયા ઉમેરી કુલ ૧,૧૧,૦૦૦/- એક લાખ અગીયાર હજાર રુપિયા આશીર્વાદ ફાઊન્ડેશનને તેમની બ્રેસ્ટ કેન્સર માટેના સેવાયજ્ઞમાં દાન કરેલ હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300