હિંદી સાહિત્યના એકમેવ જબરજસ્ત પાવરફુલ કવિ હરિવંશરાય બચ્ચન.

બેર કરાતે હે મંદિર મસ્જિદ મેલ કરાતી હે મધુશાલા
આવી અદભુત એકથી એક રચનાઓ આપણને આપનાર કવિ હરિવંશરાય એક ઉમદા પ્રગતિશીલ અલગ ચીલો ચાતરનાર ક્રાંતિકારી કવિ હતા.
આપણા સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના એ પિતા થાય.
હરિવંશ રાય પોતાના જમાના કરતા ખુબ આગળ હતા.શિસ્ત સંસ્કાર અને નિયમિતતાના આગ્રહી હતા.
હરિવંશરાયનો જન્મ ૨૭/૧૧/૧૯૦૭ ના દિવસે થયો હતો.હરિવંશ રાયની મૂળ અટક શ્રી વાસ્તવ હતી.પણ કવિ તરીકે તખલ્લુશ બચ્ચન રાખ્યું હતું
હરિવંશરાયે પ્રાથમિક શિક્ષણ ગામમા અને અનુસ્નાતકનો અભ્યાસ પ્રયાગ વિશ્વવિધાલય મા કર્યો હતો કેમબ્રિજ યુનિવર્સિટીમાંથી અંગ્રેજ કવિ યીટ્સની કવિતાઓ પર પી.એચ. ડી.કર્યું હતું.
હરિવંશરાયની રચનાઓમા તેમના વ્યક્તિત્વના દર્શન થાય છે હરિવંશરાયને આધુનિક કવિતાઓના પ્રતિનિધિ કવિ માનવામાં આવે છે
હરિવંશ રાય ઘણા વરસો સુધી અલ્હાબાદ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના પ્રોફેસર રહ્યા હતા.હરિવંશ રાય ઑલઇન્ડિયા રેડીઓ સાથે પણ સંકળાયેલા હતા.હિંદી નિષ્ણાંત તરીકે હરિવંશરાયએ લાંબો સમય સેવાઓ આપી હતી.
હરિવંશરાયએ હિંદી સાહિત્યમા અનોખો ફાળો આપ્યો હરિવંશરાયને તેમની અમર રચના મધુશાલા માટે આજે પણ યાદ કરવામાં આવે છે મધુશાલાએ હરિવંશરાયને સાહિત્યજગતમાં એક અલગ ઓળખ આપી.”..મધુશાલા ” મધુબાલા ” ” મધુ કલશ ” આ ત્રણેય સંગ્રહોએ ધૂમ મચાવી હતી.
૧૯૬૮ મા હરિવંશરાય હિંદી કવિતા માટે સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો હતો.તેજ વરસે હરિવંશરાયને સોવિયત લેન્ડ નહેરુ એવોર્ડ અને એફ્રો એ સ્ટીવન કોન્ફરન્સના કમલ પ્રાઈઝથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા
ભારત સરકારે પણ હરિવંશરાયને તેમની સાહિત્ય અને શિક્ષણશેત્રે આપેલા નોંધપાત્ર પ્રદાન બદલ પદમભુષણ એવોર્ડથી નવાજ્યા હતા.હરિવંશરાયને સરદાર પટેલએ હિંદના નીડર જવાનની ઉપમા આપી હતી
હિંદીમાં હાલાવાદના સ્થાપક અને સાધક એક માત્ર હરિવંશરાય રહ્યા હતા.હરિવંશરાયએ જનગીતા થતા શેકસપિયરના મેકબેથનો અનુવાદ પણ કર્યો છે
હરિવંશરાય એક ઉમદા અચ્છા પ્રગતિશીલ ઉંચા ગજાના કવિ હતા.એક આખી પેઢીનું પ્રતિનિધિત્વ કરતા હતા.
આલેખન : અબ્બાસભાઈ કૌકાવાલા.સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300