ધોરાજી સરકારી હોસ્પિટલને 206મું ચક્ષુદાન મળ્યું

ધોરાજી સરકારી હોસ્પિટલને 206મું ચક્ષુદાન મળ્યું
Spread the love

જેતપુરના તેજસભાઈ વિભાણીનું અવસાન થતા ચક્ષુદાન કરાયું હતું.માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજીને આ 206મું ચક્ષુદાન મળ્યું છે.જેતપુરના મચ્છુ કઠિયા સુથાર જ્ઞાતિના પ્રમુખ કમલેશભાઈ ગોહિલે ધોરાજી માનવસેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકી ને ટેલીફોન દ્વારા જાણ કરેલ કે અમારા સમાજના તેજસભાઈ ભીખુભાઈ વિભાણી ઉંમર વર્ષ 35નું અવસાન થતાં તેમનું ચક્ષુદાન કરવું છે જેથી સરકારી હોસ્પિટલ ધોરાજી ના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટીયન અને મેડિકલ ટીમના રોહિતભાઈ સોંદરવા માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા સહિતનાઓએ જેતપુર ખાતે તેજસભાઈ વિભાણીના ઘેર ચક્ષુદાનની પ્રક્રિયા પૂર્ણ કરેલ હતી આ તકે ભીખુભાઈ વિભાણી વિપુલભાઈ વિમાણી શ્યામ વિભાણી કમલેશભાઈ ગોહેલ ભરતભાઈ ટંકારીયા નિતેશભાઈ વિભાણી નટુભાઈ પીઠડીયા લલીતભાઈ ધામેચા રાકેશભાઈ પીઠડીયા સહિતના હાજર રહેલા હતા જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ તેજસભાઈ વિભાણીને શ્રદ્ધા સુમન અર્પણ કરેલા હતા આ તકે માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા ભોલાભાઈ સોલંકી એ જેતપુરના વિભાણી પરિવારની સેવાઓને બિરદાવીને સ્વ તેજસભાઈ વિભાણી ને શ્રદ્ધા સમાન અર્પણ કરેલા હતા માનવસેવા યુવક મંડળ ધોરાજી અને સરકારી હોસ્પિટલને આ 206 મું ચક્ષુદાન મળેલ છે ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં ચક્ષુદાન દેહદાન સ્કીન ડોનેશન કરવા માટે 9898701774 તેમજ 9898715775 અને સરકારી હોસ્પિટલ ધોરાજીનો ફોન નં.02824 220139 પર સંપર્ક કરવા જણાવાયું છે.

રિપોર્ટ : વિપુલ ધામેચા ધોરાજી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20231129-WA0014.jpg

Avatar

Vipul Dhamecha

Right Click Disabled!