માંગરોળ : ૧૦૮ સેવાની પ્રશંસનીય કામગીરી એમ્બ્યુલન્સમાં જ કરાવી પ્રસુતિ

માંગરોળ : ૧૦૮ સેવાની પ્રશંસનીય કામગીરી એમ્બ્યુલન્સમાં જ કરાવી પ્રસુતિ
આજ રોજ માંગરોળ તાલુકા ના નાંદરખી ગામ ના વાડી વિસ્તાર મા રહેતા સગર્ભાને પ્રસુતિ નો દુખાવો થતા ૧૦૮ મા કોલ કરેલો અને માંગરોળ ૧૦૮ સેવાના કર્મચારી ગણતરી ની મિનિટોમાં જ સ્થળ પર પહોંચી ગયા હતા.
આ સગર્ભા મહિલાને પ્રસુતિ વધારે પીડા ઉપડતા એમ્બ્યુલન્સ માં જ પ્રસુતિ કરાવવાની ફરજ પડતા નાંદરખી ગામ ની બાજુ મા રોડ પર એમ્બ્યુલન્સ ઊભી રાખીને ૧૦૮ ના ઇએમટી દીપક ચુડાસમા અને પાઈલોટ હુસેન મથ્થા દ્વારા માતા ની સફળ પ્રસુતિ કરાવેલ ERCP ડો. અંજલિ મેડમ, ની સલાહ મુજબ ઇંજેક્ટેબલ આપી હોસ્પિટલ પહોચાડેલ. આ કામગીરી ની નોંધ જિલ્લાના ઉચ્ચ અધિકારી સાહેબ શ્રી પી એમ મહેન્દ્ર સાહેબ તેમજ ઇએમઇ જયેશ સાહેબ એ લીધેલ અને સારી એવી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવામાં આવ્યા હતા..
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300