આપના ચલણમાંથી બંધ થયેલી ૫૦૦- ૧૦૦૦-૨૦૦૦ની આટલી બધી નોટોનો કેવો ઉપયોગ થાય છે?

આપના ચલણમાંથી બંધ થયેલી ૫૦૦- ૧૦૦૦-૨૦૦૦ની આટલી બધી નોટોનો કેવો ઉપયોગ થાય છે?
Spread the love

સરકારે ૫૦૦ -૧૦૦૦- ૨૦૦૦ ની નોટો ચલણમાંથી પાછી ખેંચી લીધી છે.નોટો બદલવા જમા કરાવવા પૂરતો સમય અપાયો હતો.નોટો બદલવાની મુદ્દત વારંવાર વધારવામાં આવી હતી.
આમ છતાં હજુ લોકો પાસે ૫૦૦-૧૦૦૦ ની નોટો મોટા પ્રમાણમાં મળી આવે એમ છે.આમ કેમ? આમ સત્તાવાર રીતે જોઈએ તો આ નોટોનું મૂલ્ય શુન્ય ગણાય છતાં લોકો પાસે મોટા પ્રમાણમાં આ નોટો છે એ એક હકીકત છે.
રિઝવબેંકના તાજા અહેવાલમાં જણાવવામા આવ્યું છે કે રૂપિયા ૨૦૦૦ ની ૯૭.૨૬ ટકા નોટો પરત બેંકોમા આવી ગઇ છે.આ નોટો ચલણમાં હતી તે વખતે ૩.૫૬ લાખ કરોડની નોટો ચલણમા હતી.
૮ મી નવેમ્બર ૨૦૧૬ થી બંધ થયેલી નોટો લોકો પાસે મોટા પ્રમાણમાં છે આ નોટોનો શું ઉપયોગ થાય છે? ક્યાં ક્યાં આ નોટો હજુ પણ બે નંબરમા ચાલે છે? કોણ આ નોટો ચલાવી રહ્યું છે? કોણ હજુ પણ આ નોટો સ્વીકારી રહ્યું છે? આનો દેશવિરોધી પ્રવુતિઓમા તો ઉપયોગ થતો નથી ને? કેટલા ટકા ડિસ્કાઉન્ટમા આ નોટોની લે વેચ થાય છે?
હજુ પણ ૨૦૦૦ ની નોટો ૨૦૦૦૦ હજાર સુધીની એક સાથે બદલી શકાય છે.સાથોસાથ જો ૨૦૦૦ ની નોટો તમારા ખાતામાં જમા કરાવવી હોય તો ગમે તેટલી ૨૦૦૦ રૂપિયાની નોટો જમા કરાવી શકો છો.આપણા. ગુજરાતમા આર.બી આઈ ની નોટો બદલવાની ઓફિસ અમદાવાદમા છે.
બઁધ થયેલી નોટો લોકો પાસે મોટા પ્રમાણમાં હોય.લોકો બે નંબરમા આ નોટોની લે વેચ કરતા હોય તે આપણા અર્થતંત્ર માટે ગંભીર ચિંતાનો વિષય ગણી શકાય આ નોટોનો દુરુપયોગ થતો અટકાવવા પગલાં ભરવાની તાત્કાલિક જરૂર છે.

આલેખન અબ્બાસભાઈ કૌકાવાલા.સુરત

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!