ઉપલેટા : દિવ્યાંગ શાળા પર સાહિત્યકાર સહિતના આગેવાનો હાજર રહી ઉજવણી કરાઈ

આપણા દેશના માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વિચારોને ધ્યાને લઈ દેશ ભરમાં 3 ડિસેમ્બર ના રોજ દિવ્યાંગ બાળકોના ભવિષ્યને ધ્યાને લઇ વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવાનો સંકલ્પ કર્યો છે. ત્યારે સમગ્ર દેશમાં આ દિવસે ઉજવણી કરવામાં આવતી હોય છે જેને લઈ આજ રોજ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દિવ્યાંગ શાળા પર લોકલાડીલા સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી, ઉપલેટા નવી હવેલીના બાવા શ્રી મિલનબાવા , સામાજિક સેવક જીજ્ઞેશભાઈ વ્યાસ, વિક્રમસિંહ, ભાવેશ સુવા સહિત ઉપલેટા શહેરના સામાજિક રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી દિવ્યાંગ બાળકો સાથે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરી હતી.
આ તમામ આગેવાનો અને શાળા ના ટ્રસ્ટીઓ મળી તમામ દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી તેમને પ્રોત્સાહિત કરવા અને તેમનો ઉત્સાહ વધારવા માં ભાગ લીધો હતો સાથે સાથે ઉપલેટા તાલુકાના અન્ય લોકોને પણ જેમ બને તેમ વધુ ને વધુ દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવી શાળા ની મુલાકાત લેવા તેમજ બાળકોનો મનોબળ વધારવા જણાવવામાં આવ્યું હત
રિપોર્ટ :-વિપુલ ધામેચા.ઉપલેટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300