જૂનાગઢ : માળિયાહાટીના તાલુકાના કાલીંભડા ગામેં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું

વિકસિત ભારત સંકલ્પ યાત્રા – જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના કાલીંભડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં માળીયાહાટીના તાલુકાના કાલીંભડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ મેરી કહાની મેરી ઝુબાની અન્વયે પોતાના પ્રતિભાવો આપ્યા હતા. ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી ટુંકી ફિલ્મ નિહાળી વિકસિત ભારતના સંકલ્પ શપથ લીધા હતા.
કાર્યક્રમમાં બે ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડનું નમૂના રૂપે એનાયત, નલ સેજલ યોજના અન્વયે પંચાયતને અભિનંદન પ્રમાણપત્ર, આરોગ્ય વિભાગ દ્વારા નિશુલ ચેકઅપ ,પીએમજેએવાય ના ત્રણ લાભાર્થીઓને કાર્ડ વિતરણ, આંગણવાડી કાર્યકર દ્વારા પૌષ્ટિક આહાર માટેનું લાઈવ ડેમો, ડ્રોનનીદર્શન પણ યોજવામાં આવ્યા હતા
આ પ્રસંગે કાર્યક્રમમાં મહાનુભાવો, આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300