જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ વિષય પર વર્કશોપ યોજાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ વિષય પર વર્કશોપ યોજાયો
જૂનાગઢ : રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ કાર્યક્રમના આઈ.ડી.પી., આઈ.સી.એ.આર. અંતર્ગત જુનાગઢ કૃષિ યુનિવર્સીટીની કૃષિ ઈજનેરી અનેટેકનોલોજી મહાવિદ્યાલય અને આઈ.આઈ.ટી. રોપડના સયુંકત ઉપક્રમે “ગ્રોઈંગ રોલ ઓફ આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ ઇન એગ્રીકલ્ચર :રેવોલ્યુનાઈઝિંગ ફાર્મિંગ પ્રેકટાઈસીસ” ના વિષય પરના બે દિવસીય વર્કશોપનું તા. ૦૪ અને ૦૫ ડીસેમ્બર-૨૦૨૩ ના રોજ કૃષિ ઈજનેરીવિદ્યાશાખાના સેમીનાર હોલ ખાતે સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ બેદિવસીય વર્કશોપ સમારોહ ના અધ્યક્ષ અને ચીફ પેટ્રોન તરીકે જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો. વી. પી.ચોવટિયા, મુખ્ય મહેમાન તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો. ચેતન ત્રિવેદી, સંશોધન નિયામકશ્રી અનેઆઈ.ડી.પી. યોજનાના પી.આઈ. ડો. આર. બી. માદરીયા, કૃષિ ઈજનેરી કોલેજનાપ્રિન્સીપાલ અને ડીન ડો. પી. એમ. ચૌહાણ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીડો. એન. બી. જાદવ તેમજ ખાસ આમંત્રિતોમાં ડો. આર. એમ. સોલંકી, ડો. ડી. કે. વરુ,ડો. બી.ડી. સાવલિયા ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરીઓ આઈ.ટી.નિયામક ડો. કે. સી. પટેલ, આઈ.આઈ.ટી., રોપરના સહ પ્રાધ્યાપક ડો. પુષ્પેન્દ્ર સિંઘ, કો-ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી પ્રો. જી. ડી. ગોહિલ તેમજયુનિવર્સીટીના અધિકારીઓ, પ્રાધ્યાપકો અને ફેકલ્ટી મેમ્બર્સ ઉપસ્થિત રહેલ. આ બે દિવસીય વર્કશોપમાં જુનાગઢ, આણંદ અને સરદાર કૃષિ નગરનીકૃષિ યુનિવર્સીટીના કુલ ૧૫૦ જેટલા ફેકલ્ટી મેમ્બરો તથા વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયાએ તેમના ઉદબોધનમાં વિશ્વની રોકેટની ગતિએ વધતી જતી વસ્તી ૨૦૫૦ સુધીમાં ૧૦ અબજધી પહોંચવાનો અંદાજ છે. જેને જરૂરિયાત મુજબ ખોરાક પૂરો પાડવા માટે કૃષિમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડ્રોન અને રોબોટીક્સ જેવીઆધુનિક ટેકનીકોનો ઉપયોગ કરવો અતિ આવશ્યક છે. પાકોના રોગ નિયંત્રણ, ચોકસાઇ પૂર્વકની ખેતી, પાક ઉપજ વધારવા માટે આર્ટિફિશિયલઇન્ટેલિજન્સના ઉપયોગ થી નોંધપાત્ર પ્રગતિ લાવી શકાશે.
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો. ચેતન ત્રિવેદી એ આર્ટિફિશિયલઇન્ટેલિજન્સ ટેકનોલોજી દેશના યુવાનો માટે ઓછા ખર્ચે વધુ અને ઝડપી કૃષિ વિકાસ તેમજ આવકનું મુખ્ય સ્ત્રોત બની શકે તેમ છે. ડો. આર. બી.માદરીયાએ તેમના વક્તવ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ દ્વારા કૃષિમાં વધુ પડતા ખાતર તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગ ને ઘટાડીઅને પાકની ઉપજમાં સુધારો લાવી શકાય છે. ડો. પી. એમ. ચૌહાણએ પ્રાસંગિક ઉદબોધનમાં આઈ.ડી.પી. યોજના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીમેમ્બરોના થયેલ સર્વાંગી વિકાસની વિગતવાર માહિતી આપેલ તેમજ અત્યાર સુધીમાં અંદાજીત ૧૦૨ જેટલા વિદ્યાર્થીઓ તેમજ ૧૦ પ્રાધ્યાપકોને
આંતરરાષ્ટ્રીય તાલીમ માટે અમેરિકા, તાઇવાન, દુબઈ, ઈઝરાઈલ, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, ન્યુઝીલેન્ડ વિગેરે દેશોમાં વિશ્વ ની જુદી જુદી ખ્યાતનામ સંસ્થાઓમાં આંતરરાષ્ટ્રીય તાલીમ અર્થે મોકલયા છે. તેમણે જણાવેલ કે કૃષિમાં ક્રાંતિ લાવવી હશેતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ અનિવાર્ય છે.
આ બે દિવસીય વર્કશોપ દરમ્યાન યોજાયેલ વિવિધ સેશનોમાં ભારતની ખ્યાતનામ સંસ્થાઓમાંથી પધારેલા ડો. પુષ્પેન્દ્ર સિંહ,આઇઆઇટી (રોપડ), ડો. કાવ્ય દશોરા, આઇઆઇટી (નવી દિલ્હી), ડો. ઇન્દુ જોષી, એનઆઈટી (નવી દિલ્હી), ડો. સૌરવ પાંડે, ડો અમોલ અનેડો. રીતેશ કુમાર, સીએસઆઈઆર (ચંડીગઢ) તેમજ ડો. આનંદ, ઈસરો (અમદાવાદ) ના તજજ્ઞો દ્વારા બે દિવસ સુધી આર્ટિફિશિયલઇન્ટેલિજન્સને સલગ્ન વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવેલ. આ એ દિવસીય વર્કશોપને સફળ બનાવવા માટે ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો. કે.સી. પટેલ, કો-ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી પ્રો. જી.ડી. ગોહેલ, મદદનીશ પ્રાધ્યાપક પ્રો. દેવેન પટેલ તેમજ આઈ.ટી. સ્ટાફ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300