માંગરોળના દિવાસા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આવકાર

માંગરોળના દિવાસા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આવકાર
ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં પ્રજાલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
ટીબી સ્ક્રિનિંગ સહિતની આરોગ્ય સેવાઓનો લાભ મેળવતા ગ્રામજનો
જૂનાગઢ : માંગરોળના દિવાસા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને તેમના હસ્તે કેન્દ્ર રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગ્રામજનોએ ટીબી સ્ક્રિનિંગ ઉપરાંતની આરોગ્ય સેવાઓ લાભ મેળવ્યો હતો. ધરતી કહે પુકાર કે લઘુ નાટકના માધ્યમથી ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા.
ઉપરાંત વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત પોતાના પ્રતિભાવો આપ્યા હતા.
આ પ્રસંગે અગ્રણી સર્વશ્રી જયંતીભાઈ પરમાર, જીવાભાઇ કોડીયાતર, મેરામણભાઇ ચુડાસમા, પ્રતાપભાઈ રાઠોડ, મોહનભાઈ ડાકી સહિતના અગ્રણીઓ અને જુદા જુદા વિભાગના કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300