શ્રી ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ પાલીતાણા દ્વારા ગીતા શ્લોક ગાન સ્પર્ધા યોજાય.

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ પાલીતાણા દ્વારા ગીતા શ્લોક ગાન સ્પર્ધા યોજાય.
ગીતાનું સ્થાન ફક્ત કોર્ટમાં કે ઘરના ગોખલામાં નહીં,જીવનમાં પણ હોવું જોઈએ: શક્તિસિંહ યાદવ
સમાજના યુવાનો અને વિદ્યાર્થીઓ ધાર્મિક ગ્રંથ વિશે વિચારતા થાય તે હેતુથી ગીતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે નમસ્તે હોટલ ખાતે ‘ગીતા શ્લોક ગાન’ સ્પર્ધાનું સૌ પ્રથમવાર આહલાદજનક આયોજન થયું હતું. આવેલ મહેમાનોનું મનોજસિંહ જાદવ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.આયોજન સંદર્ભે સમાજના વિદ્યાર્થીઓએ ગીતા શ્લોક ગાન કરીને વિવેચન પણ કર્યું હતું.સમાજ તરફથી તમામ સ્પર્ધકને ઇનામો પણ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ સંદર્ભે શક્તિસિંહ યાદવે “ગીતા સૌનું સન્માન” વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “ગીતા માત્ર પૂજનનો વિષય નથી, જીવનમાં ઉતારવાનો વિષય છે.” સમાજનું આ પ્રથમ પગથિયું નિર્ણાયક બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વિરાયતન સંસ્થાના સંઘમિત્રાજીએ ગીતાજીનું જીવનમાં મહત્વ દર્શાવીને આ કાર્ય સંદર્ભે રાજીપો વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમમાં આર્થિક યોગદાન આપનાર ભામાશાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો, કર્મચારીશ્રીઓ અને યુવાનો આ કાર્યક્રમમાં ઉત્સાહથી જોડાયા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન જે. જે.પરમારે કર્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300