ખેરગામ તા.માં રામલલ્લાની પુનઃ પ્રતિષ્ઠા ઉજવણીનો પ્રારંભ:

ખેરગામ તા.માં રામલલ્લાની પુનઃ પ્રતિષ્ઠા ઉજવણીનો પ્રારંભ:
ખેરગામ ,
ગ્રામ દેવી દેવતાઓને આમંત્રણ અપાયા .
આગામી પોષ સુદ-બારસ, વિક્રમ સંવત ૨૦૮૦ સોમવાર
(તા. ૨૨-૦૧-૨૦૨૪)ના શુભ ઐતિહાસિક દિને, સૌના પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ રામલલ્લાનુ નૂતન રીતે, અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવુ મંદિર જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરકમળથી થશે.આ અવસરે અયોધ્યામાં એક અભૂતપૂર્વ દિવ્ય આનંદનું વાતાવરણ સર્જાશે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સવારે ૯-૦૦ વાગ્યા થી બપોરે ૩-૦૦ વાગ્યા સુધી તાલુકા મથક ખેરગામના અતિ પ્રાચીન રજવાડી શ્રી રામજી મંદિર સંકુલમાં ૨૨ ગામના-આસપાસના રામભક્તો ભેગાં થઈ, ભજન કીર્તન, રામ યજ્ઞ પૂજા સાથે વિશાળ એલઈડી સ્ક્રીન દ્વારા અયોધ્યામાં થઈ રહેલ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ વિશાળ સામિયાણામા દર્શાવવામાં આવશે. શંખધ્વનિ, ઘંટનાદ, આરતી, પ્રસાદ- મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે આ દિવસે ગામધુણો બંધ રહેશે. તમામ ગ્રામજનો ધર્મના ભેદભાવ વગર અત્રે સમૂહમાં મહાપ્રસાદ લેશે.
તાલુકાના દરેક મંદિરોમાં સ્થિત દેવી-દેવતાના ભજન- કીર્તન-આરતી-પૂજા તથા ‘શ્રીરામ જય રામ જય જય રામ’ વિજય મહામંત્રના ૧૦૮ વખત સામૂહિક જાપ થશે, એની સાથે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, રામરક્ષા સ્તોત્ર વગેરેનો સામૂહિક પાઠ પણ થશે.
બધા દેવી-દેવતા પ્રસન્ન થાય-આશીર્વાદ વરસાવે, સમગ્ર વાતાવરણ સાત્વિક લાગે અને રામમય બની જાય તે માટે શ્રી ખેરગામ સનાતન રામોત્સવ મંડળે ઈસુના નવા વર્ષના દિવસે શ્રી રામજી મંદિર ખેરગામ ખાતે ભૂદેવ કશ્યપભાઈ ભાણાભાઈ જાની તથા પૂજારી પુરુષોત્તમભાઈની સાથે ગણપતિજી-કળશનુ સ્થાપન કરી આગામી ૨૭ દિવસ સુધી ખેરગામ અને દેશભર-અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે અખંડ જ્યોત પ્રગટાવી ભગવાન શ્રી રામજી પરિવારને અભિનવ અક્ષતના ચોખા અર્પણ કરી મંડળના પ્રમુખ ધર્મેશ અને ધર્મિષ્ઠા ભરૂચા દંપતી દ્વારા વિધિવત શાસ્ત્રોક્ત પૂજા કરી નિમંત્રણ આપવામાં આવ્યું. ત્યારબાદ સંકુલમાંના શલૈશ્વર મહાદેવ, જલારામ બાપા, હનુમાનદાદા ને નિમંત્રણ આપ્યા બાદ ભવાની ચોકના કેસરભવાની માતા, તડકેશ્વર મહાદેવ, સ્મશાન ગૃહ (દાદરી ફ.) પાસેના અંબિકામા, ઝંડા ચોકના ભવાની માતા, બજરંગદાસ બાપા સાઈબાબા રામદેવ મંદિરે અને બહેજના રૂપા ભવાની મંદિરે અક્ષત અર્પણ કરી ગ્રામ દેવી દેવતાઓને પણ નિમંત્રણ આપવામાં આવ્યું, જેમાં પ્રેમ રાજ પુરોહિત, સૂર્યકાંત પરમાર,દીપક-યોગેશ પટેલ, જીગ્નેશ-ઉપસરપંચ, યુવરાજગીરી બાપજી તર્પણા-હિના લાડ, ભૈરોનાથ કુમાવત, ગણેશ અને રજની પૂજારી ભીખુભાઈ આહીર દ્વારા દેવી-દેવતાઓને આમંત્રણ અપાયા ત્યારે મંડળના ધર્મેશભાઈ-જીતુભાઈ વિગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેરગામ તાલુકામાં દરેકના રામ, દરેકમાં રામ ની ભાવનાથી રામલલ્લાની સ્થાનિક કક્ષાએ જોરદાર ઉજવણી કરવાની તૈયારીમાં સૌ રામ ભક્તો તનમનધનથી ભાગ લઈ સહકાર કરી રહ્યા છે.
પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સાંજના સૂર્યાસ્ત પછી પોતાના ઘરની પાસે દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવવા, દીપમાલિકા શણગારવી, વિશ્વના કરોડો ઘરોમાં દીપોત્સવ મનાવવો જોઈએ.
રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300