રાજકોટ : ઘરફોડ ચોરીના આરોપીઓ ને ગણતરીના કલાકોમા પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ.

રાજકોટ : ઘરફોડ ચોરીના આરોપીઓ ને ગણતરીના કલાકોમા પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ.
Spread the love

રાજકોટ શહેર રામ લક્ષ્મણ આશ્રમ ખાતે ઘરફોડ ચોરીના બનાવમાં ગણતરીના કલાકોમા પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ.

રાજકોટ : રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માધાપર ચોકડી ખાતે આવેલ રામ લક્ષ્મણ આશ્રમ ખાતે રહેતા ફરીયાદી સંત તા.૧૯/૧૨/૨૦૨૩ ના રોજ રામેશ્વર દક્ષિણ ભારતની યાત્રા કરવા સારૂ ગયેલ હોય અને આશ્રમમા આવેલ પોતાના રૂમના રહેલ લોંખડના કબાટમા આવેલ તીજોરીમાં રૂ.૭,૦૦,૦૦૦ (સાત લાખ) મુકેલ હોય ગઇકાલ તા.૧/૧/૨૦૨૩ રાત્રીના સાડા અગ્યારેક વાગ્યાના અરસામા યાત્રા પુર્ણ કરી આશ્રમ ખાતે આવતા પોતાના રૂમમા રહેલ લોંખડના કબાટના લોક તુટેલ હાલતમા જોવામા આવેલ અને કબાટની તીજોરી ચેક કરતા તેમા રહેલ રોકડા રૂ.૭,૦૦,૦૦૦ મળી આવેલ ન હોય અને તેના રૂમમા આવેલ સીમેન્ટની બારી તુટેલ હાલતમા હોય. જેથી ચોરી થયેલનું જણાય આવતા પો.સ્ટે.ખાતે આવી પોતાની ફરીયાદ જાહેર કરતા ગાંધીગ્રામ પો.સ્ટે. IPC કલમ-૩૮૦,૪૫૪,૪૫૭ મુજબનો ગુન્હો તા.૨/૧/૨૦૨૪ ના કલાક-૧૨/૧૦ વાગ્યે કરવામાં આવેલ. ગાંધીગ્રામ પો.સ્ટે. બજરંગવાડી પો.ચોકી PSI વી.એચ.પરમાર તથા બજરંગવાડી ચોકી સ્ટાફ ગુન્હાના આરોપીની શોધખોળ ચાલુમા હોય. રામ લક્ષ્મણ આશ્રમ પાસે ફેકટરીઓ આવેલ હોય અને જે ફેકટરી ખાતે કામ કરતા મજુરોને પોકેટ કોપ મારફતે ગુન્હાહીત ઇતિહાસ ચેક કરતા ઘરફોડ ચોરીની ધરાવતો એક મજુર ફેકટરીમા કામ કરતો હોય અને બનાવના આજુબાજુના દીવસોમા મંદીર બાજુ તેની અવર જવર હોય. બનાવ બાદ નાવાગઢ ખાતે જતો રહેલ હોય જેથી મજુરોની યુક્તિ-પ્રયુકિતીથી પુછપરછ કરતા ખાનગી રાહે રોહીતભાઇ કછોટ, ગોપાલભાઇ બોળીયા, ગોપાલભાઇ પાટીલ, અર્જુનભાઇ ડવને સંયુકતરાહે બાતમી હકકીત મળેલ કે ગુન્હામા સંડોવાયેલ ચોર ઇસમ મુદ્દામાલ સાથે જુનાગઢ નાશી ગયેલ છે. જેથી તાત્કાલીક જુનાગઢ ખાતે જઇ જુનાગઢ બી.ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને મદદમા રાખી ગુન્હામા સંડોવાયેલ આરોપીઓને હસ્તગત કરી પકડી પાડી તેઓની પુછપરછ દરમ્યાન ગુન્હાની કબુલાત આપેલ હોય અને તેઓ પાસે ચોરીમા ગયેલ રૂ.૫,૦૦,૦૦૦ (પાંચ લાખ) કબ્જે કરવામા આવેલ છે. (૧) શ્યામ જશાભાઇ ઉભડીયા ઉ.૧૯ રહે,જોશીપરા શાકમાર્કટ જુનાગઢ (૨) રાજન વશરામભાઇ મેરાવડા ઉ.૨૫ રહે.જોશીપરા શાકમાર્કટ જુનાગઢ.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240104-WA0048.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!