રાજકોટ : નવા થોરાળામાં રહેતા સફાઈ કામદાર નું હાર્ટએટેક થી મોત.

રાજકોટ શહેર નવા થોરાળામાં રહેતા સફાઈ કામદાર નું હાર્ટએટેક થી મોત.
રાજકોટ : રાજકોટ શહેર નવા થોરાળા-૬માં રહેતાં મનીષભાઈ હીરાભાઈ નારોલા ઉ.૩૫ રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતાં. તેઓ વહેલી સવારે નોકરી પર જવા માટે જાગીને બાથરૂમમાં ગયા હતા. અચાનક જ તેઓ બાથરૂમમાં જ બેભાન થઈ ઢળી પડ્યા હતાં. પરિવારજનોએ તેમને બાથરૂમમાંથી બહાર કાઢી સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમમાં ખસેડયો હતો.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300