રાજુલા SBI માં મોટાભાગના ગ્રાહકોના મોબાઇલમાં નેટવર્ક નહીં આવતા ભારે હાલાકી.

રાજુલા SBI માં મોટાભાગના ગ્રાહકોના મોબાઇલમાં નેટવર્ક નહીં આવતા ભારે હાલાકી.
બધું ઓનલાઇન થયું જે મોબાઇલમાં શરૂ કરાવવા માટે.
રાજુલા એસ બી આઈ માં નેટવર્ક મળતું નથી.
Sbi માં વાઇફાઇ ઉપરાંત યોગ્ય કાર્યવાહી કરી તમામને મોબાઇલ નેટવર્ક મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગણી.
હાલમાં google પેટીએમ ઓનલાઇન પેમેન્ટ એટીએમ આવી સુવિધાઓ ઉભી થતા ઘણું ખરું નાણાકીય વહીવટ ડિજિટલ થઈ ગયો છે આ ડિજિટલ પેમેન્ટ માટે તેની સુવિધા મોબાઇલમાં ઊભી કરવાની હોય છે જે કાર્યરત કરવા માટે દરેક ગ્રાહકે બેંકની મુખ્ય બ્રાન્ચમાં જવું પડતું હોય છે
જાણવા મળતી વિગત મુજબ રાજુલા એસબીઆઇના અંદાજિત હજારો ગ્રાહકો રાજુલા શહેરના જોડાયેલા છે તેઓ આ ડિજિટલ પેમેન્ટ માટે કોઈપણ કાર્યવાહી કરવા જાય તો sbi માં તેની પ્રોસેસ તેના મોબાઇલમાં કરવામાં આવતી હોય છે પરંતુ એસબીઆઇ બેન્ક માં મોટાભાગનું બેંક ઓનલાઇન કરવા માટે મોબાઇલમાં પ્રોસેસ કરવામાં આવે તો મોટાભાગના મોબાઈલમાં નેટવર્ક મળતું નથી ગમે તે કંપનીનું કાર્ડ હોય પરંતુ અહીં તેનું નેટવર્ક આવતું ન હોવાથી ભારે હાલાકી ગ્રાહકો ભોગવી રહ્યા છે પરિણામે પોતાની આ સુવિધા ઉભી કરવા માટે ઘણી દુવિધા નો સામનો કરવો પડે છે. રાજુલા એસ બી આઈમાં સત્તાધિશો દ્વારા વાઇફાઇ સુવિધા અથવા તો અહીં નેટવર્ક મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રાહકોમાંથી માંગણી ઉઠવા પામી છે.
રિપોર્ટ – મહેશ વરૂ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300