જુનાગઢ જિલ્લામાં પીએમ જનમન અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી
જુનાગઢ જિલ્લામાં પીએમ જનમન અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી
જુનાગઢ : આદિવાસી સમુદાયના લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ આપવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પીએમ જનમન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વિવિધ ૯ મંત્રાલય દ્વારા જનજાતિ આદિવાસી સમુદાયના પરિવારોને પાયાની જરૂરિયાતો પૂરી પાડવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જુનાગઢ જિલ્લામાં પણ આ યોજના અને અભિયાન અંતર્ગત કલેકટર શ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શનમાં વિવિધ સંબંધિત સંકળાયેલા વિભાગો કચેરી દ્વારા યોજનાકીય સર્વેક્ષણ અને લાભાર્થીને લાભો મળે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આગામી 15 જાન્યુઆરીના રોજ દેશના વિવિધ પ્રાંતમાં- જિલ્લાઓમાં કાર્યક્રમ યોજવાના છે જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન હાથ કરવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300