રાજુલાની બાલક્રિષ્ના વિદ્યાપીઠ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત રમતોત્સવ યોજાશે.

રાજુલાની બાલક્રિષ્ના વિદ્યાપીઠ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત રમતોત્સવ યોજાશે.
રાજુલા શહેરના હિંડોરણા રોડ પર આવેલ બાલક્રિષ્ના વિદ્યાપીઠ ખાતે ખેલ મહાકુંભ-૨૦૨૪ નુ ભવ્ય આયોજન કરવામા આવ્યું છે. જેમા આગામી તારીખ ૮-૦૧-૨૦૨૪ થી ૧૩-૦૧-૨૦૨૪ એમ છ દિવસ માટે ખેલ મહાકુંભનુ આયોજન કરવામા આવ્યુ છે. આ ખેલ મહાકુંભ કાર્યક્રમમા રાજુલા તાલુકાની પ્રાથમિક તેમજ ખાનગી શાળાના ભાઇઓ તેમજ બહેનો દ્વારા ભાગ લેવામા આવશે. બાલક્રિષ્ના વિદ્યાપીઠ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમતો રમાડવામા આવશે. અને શાળા પરીવાર દ્વારા તમામ વિધાર્થીઓ માટે સુંદર વ્યવસ્થાઓ કરવામા આવેલ છે. આ ખેલ મહાકુંભ રમતોત્સવમા ભાગ લીધેલા વિધાર્થીઓને શાળા પરીવાર તરફથી અભિનંદન પાઠવ્યા હતાં.
રિપોર્ટ – મહેશ વરૂ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300