જાફરાબાદ : ફાચરીયા ગામેં શિકારનો પ્રયાસ કરતા ૩ આરોપીને વન વિભાગે ઝડપી પાડયા.

જાફરાબાદના ફાચરીયા ગામના સીમ વિસ્તારમા શિકારનો પ્રયાસ કરતા ૩ આરોપીને વન વિભાગે ઝડપી પાડયા.
જાફરાબાદ તાલુકાના ફાચરીયા ગામે નદી કાંઠે સીમ વિસ્તારમા વન્ય પ્રાણીઓનો શિકાર કરવા માટે બાવળની કાટમાં જાળ ગોઠવી આજુ-બાજુના વિસ્તારમા વન્ય પ્રાણીઓને તગેડી-ભગાડી ફસાવવા માટે જાળ બાંધી તથા વન્ય પ્રાણીઓના દર પાસે જાળ ગોઠવી શિકાર કરવાની કોશિશ કરતા હતાં. ત્યારબાદ વન વિભાગ ટીમ દ્વારા વોચ ગોઠવી ધટના સ્થળે પહોચી હતી. અને શિકારની પ્રવુતિ કરનાર ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતાં. જેમા આરોપી મુકેશ લાલજીભાઈ પરમાર ઉ.વ ૨૫ રહે. ફાચરીયા તા. જાફરાબાદ, જી.અમરેલી, લાલજીભાઈ ભાણાભાઈ પરમાર ઉ.વ ૫૦ તેમજ જયંતીભાઈ મેરાભાઈ પરમાર ત્રણેય ફાચરીયા ગામના આરોપી વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ૧૯૭૨ ની કલમ હેઠળ વિવિધ ગુનાઓ દાખલ કરી કાર્યવાહી કરવામા આવી છે. અને આરોપીઓએ ગુન્હો કબુલ કરતા જાફરાબાદ વન વિભાગે આરોપી દીઠ ૨૫,૦૦૦ કુલ ત્રણેય આરોપીઓ પાસેથી રૂપિયા ૭૫,૦૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. અને ત્રણેય આરોપીને જામીન પર મુક્ત કરેલ છે. આ કામગીરીમા આર.એફ.ઓ જી.એલ. વાઘેલા, વનપાલ આઇ.એચ.પઠાણ, વન રક્ષક જી.ડી.ચૌહાણ સહિત વન વિભાગ ટીમ દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટ – મહેશ વરૂ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300