અમરેલી ખાતે ભાઈઓ અને બહેનો માટે સિનિયર સિટીઝન રમત સ્પર્ધા યોજાશે
અમરેલી ખાતે ભાઈઓ અને બહેનો માટે સિનિયર સિટીઝન રમત સ્પર્ધા યોજાશે
અમરેલી : વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ૬૦ વર્ષથી વધુની વયના ભાઈઓ અને બહેનો માટે વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન) રમત સ્પર્ધા યોજાનાર હોય તે અંતર્ગત અમરેલી ખાતે પણ સ્પર્ધાનું આયોજન થશે.
૬૦ વર્ષથી વધુની વયના ભાઈઓ અને બહેનો માટે એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ જેવી રમતોની સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત વિકાસ કચેરી, અમરેલી ખાતેથી તા.૧૫ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં ફોર્મ મેળવી લેવા. વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ કચેરીના ટેલિફોન નંબર (૦૨૭૯૨) ૨૨૧૯૬૧ પર સંપર્ક કરવા અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300