સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ-જાફરાબાદ દ્વારા આયોજિત N.S.S. ખાસ શિબિર કાર્યક્રમ

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ-જાફરાબાદ દ્વારા આયોજિત N.S.S. ખાસ શિબિર કાર્યક્રમ
જાફરાબાદમાં આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ઉચ્ચ અભ્યાસ માટેની સરકારી શૈક્ષણિક સંસ્થા છે. જેમના દ્વારા અવાર-નવાર શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે એવો જ એક ઉપક્રમ આ કૉલેજના N.S.S. યુનિટ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જેમાં આ વિસ્તારમાં આવેલ કડિયાળી ગામ મુકામે N.S.S.ની ખાસ શિબિરનું આયોજન સાત દિવસ માટે કરવામાં આવેલ છે. ત્યારે આજરોજ તા.૦૮/૦૧/૨૦૨૪ના રોજ કડિયાળી ગામમાં આવેલ માધ્યમિક શાળાનાં પટાંગણમાં આ ખાસ શિબિરના ઉદ્ઘાટન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને જાફરાબાદ શહેર પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી જે. જે. ચૌધરી સાહેબએ ઉપસ્થિત રહીને પ્રસંગોચિત ઉદ્બોધન આપ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં આતિથિ વિશેષ તરીકે માધ્યમિક શાળા કડિયાળીના આચાર્યશ્રી ડી.ડી. મકવાણા સાહેબ, કડિયાળી ગામના સરપંચશ્રી સવજીભાઈ મકવાણા, ઉપસરપંચશ્રી કાળાભાઈ સાંખટ ઉપસ્થિત રહ્યા હતાં. આ સર્વ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કૉલેજનાં આચાર્યશ્રી ડૉ. વિરલકુમાર શીલુ સાહેબે કર્યું હતું અને સૌને હ્રદયથી આવકાર આપવાની સાથોસાથ શિબિરના હેતુને સ્પષ્ટ કર્યો હતો. કાર્યક્રમમાં અધ્યક્ષ તેમજ અતિથિ વિશેષોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજનો સમગ્ર સ્ટાફ પણ જોડાયો હતો તેમજ N.S.S. પ્રોગ્રામના પ્રોગ્રામ ઓફિસર ડૉ. સંદિપકુમાર વાળાની ખૂબ અગત્યની ભૂમિકા રહી હતી. સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન તેમજ સાત દિવસ દરમિયાન આ સેવા યોજનામાં ગામની અંદર થનાર સેવાકીય પ્રવૃત્તિની રૂપરેખા આપી હતી. અને આ શિબિરને વિધિવત ખુલી મુકવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સમગ્ર મહેમાનો તેમજ ઉપસ્થિતોનો ડો.સંદીપ વાળા સાહેબ દ્વારા આભાર માનીને સમૂહ રાષ્ટ્રગાન કરીને સંપૂર્ણ ઉદ્ઘાટન સત્રને પૂર્ણ કરવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ભૂમિકા બેન તેમજ વાઢેળ તેજલ દ્વારા કરવામાં આવ્યું હતું..
રિપોર્ટ બાબુ વાઢેળ જાફરાબાદ..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300