પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જતાં કીર્તિરાજસિંહ રાઠોડનું સન્માન

- અયોધ્યા મુકામે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન ના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 1008 હવન કુંડી મહાયજ્ઞ માં જતાં કીર્તિરાજસિંહ રાઠોડ નું સન્માન કરતા ખંભાળિયા સલાયાના આગેવાનો
આયોધ્યા મુકામે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી રામભદ્રાચાર્યજી દ્વારા કરવામાં આવનાર 1008 હવનકુંડી મહાયજ્ઞમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી જેમને સ્થાન મળ્યું એવા શ્રી કીર્તિરાજસિંહ રાઠોર આયોધ્યાં જવા નીકળેલ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના મહામંત્રી યુવરાજસિંહ વાઢેર જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેર તથા સલાયા શહેર ભાજપ મહામંત્રી શ્રી લાલજીભાઈ ભૂવા મે ખંભાળિયા ભાજપના અગ્રણી અશોકભાઈ કાનાણી દ્વારા તેમનું સન્માન કરાયું હતું.