જૂનાગઢ ખાતે રાજ્યપાલ શ્રી અને કેન્દ્રીય મંત્રી શ્રી નું ભાવભેર સ્વાગત કરતા પદાધિકારી અને અધિકારી

જૂનાગઢ ખાતે રાજ્યપાલ શ્રી અને કેન્દ્રીય મંત્રી શ્રી નું ભાવભેર સ્વાગત કરતા પદાધિકારી અને અધિકારી
Spread the love

જૂનાગઢ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાનું ભાવભેર સ્વાગત કરતા પદાધિકારી અને અધિકારી

રાજ્યપાલશ્રી અને કેન્દ્રીય મંત્રીશ્રી કેશોદના મઢડા ખાતેના આઈ શ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવમાં સહભાગી થશે

જૂનાગઢ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાનું જૂનાગઢ ખાતેની પોલીસ તાલીમ મહાવિદ્યાલયના હેલીપેડ ખાતે આગમન થતાં પદાધિકારી અધિકારીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભેર સ્વાગત કર્યું હતું. રાજ્યપાલશ્રી અને કેન્દ્રીય મંત્રીશ્રી કેશોદના મઢડા ખાતેના આઈ શ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવમાં સહભાગી થશે.
રાજ્યપાલશ્રી અને કેન્દ્રીય મંત્રીશ્રીનું સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડીયા, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડિયા, જિલ્લા પોલીસવડા શ્રી હર્ષદ મહેતા, અગ્રણી સર્વશ્રી મોહનભાઈ પરમાર, યોગીભાઈ પઢીયાર, માતા સોનલ ધામ મઢડાના કરશનભાઈ ગઢવી અને બલદેવભાઈ ગઢવી સ્વાગત કર્યું હતું.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!