ખિદમત ગ્રુપ હાથજ તરફથી સંદલીપુરા મદ્રેસા ખાતે ખત્ના કેમ્પ

તારીખ ૧૦.૦૧.૨૦૨૪ ને બુધવારના દિવસે હાથજ તાબે ના સંદલીપુરા મદ્રેસા ખાતે ખિદમત ગ્રુપ દ્વારા ખત્ના કેમ્પ નું સફળ અયોજન કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ તરીકે ખેડા જિલ્લા સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ જનાબ હાજી હફિજોદ્દીન કાદરી સાહેબ,પીરેતરીકત જનાબ નઈમુદ્દીન બાપૂ ગાદીનસીન ખાનકાહે કાદરિયા સંદલીપુરા,પેશ ઈમામ જામા મસ્જીદ હાથજ જનાબ હસન રઝા સાહબ ખિદમત ગ્રુપ ના પ્રમુખ હાજી મજીતખાન પઠાણ નિવૃત્ત પી.એસ.આઈ,ચેરમેન મઈયોદ્દીનખાન પઠાણ નિવૃત્ત પી.એસ.આઈ,તાલુકા ડેલિકેટ શ્રી મનુભાઈ માજી સરપંચશ્રી અમરસિંહ ઝાલા,ડેપ્યુટી સરપંચ ઈકબાલ ખાન પઠાણ,વીણા ગામ ના સરપંચ સફિખાન,ખિદમત ગ્રુપની ટીમ અને ગામ ના આગેવાનો, યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત મહેમાનોનું પુષ્પ ગુંછ અર્પણ કરી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપરોક્ત કાર્યક્રમમાં ૩૧ બાળકોની ખત્ના કરવામાં આવી હતી જેમાં ખેડા જિલ્લાના પ્રખ્યાત ખલીફા મહેબુબ ભાઈ દ્વારા વિધિવત રીતે દર્દ રહીત સર્જરી કરવામાં આવી હતી.
રિપોર્ટર -મંહમદ રફિક જે દિવાન (તારાપુર)