સાંતલપુરમાં કોન્ટ્રાક્ટર સહિત નર્મદા નિગમના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના ખેડુતોએ લગાવ્યા આક્ષેપ…

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ની મિલિભગ નાં કારણે વારંવાર ખેડૂતો ભોગ બની રહ્યા છે. ત્યારે આવા કોન્ટ્રાક્ટ અને અધિકારીઓ ની મીલીભગત સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.સાથેજ ખેડુતોએ આવા જવાબદાર અધિકારી સહિત કોન્ટ્રાક્ટર ઉપર ગંભીર આક્ષેપો કરતા પોતાની વેદના ઠાલવી હતી.વાત કરવામાં આવે સાંતલપુર તાલુકાની તો પ્રજાપતિ દયારામભાઈ 1/7 ડિપાર્ટમેન્ટના અધિકારી છે અને કેનાલ માં કામ કરવા જે કોન્ટ્રાકટર આવે તેમની પાસેથી આવા મિલીભગત અધિકારીઓ 25 ટકા પોતાનું કમિશન ફિકસ કરીને લેતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.અને આવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા છે.
મીલીભગત કોન્ટ્રાક્ટર અને નર્મદા નિગમ નાં અધિકારી જે 50 ટકા બિલે ટેન્ડર પાસ થાય છે જેના કારણે કોન્ટ્રાકટર પૂરી ઈમાનદારીથી કામ કરી શકતા નથી અને કામ સારું ન થવાના કારણે કેનાલો ની ડિસ્ટ્રીક અને માઇનોર કેનાલો વારંવાર તૂટે છે.ત્યારે ખેડૂતોની કાળી મજૂરી ઉપર પાણી ફરી જાય છે અને વારંવાર કેનાલો તૂટવાથી ખેડૂતો સીધો ભોગ બને છે જેમાં લાખો રૂપિયાનું નુકશાન ખેડૂતોને વેઠવાનો વારો આવે છે. એટલું જ નહિ પરંતુ આવા મીલીભગત કોન્ટ્રાક્ટર સહિત અધિકારીઓ ની રહેમ નજર હેઠળ પૂરતી કામગીરી નહિ થતાં ખેડૂતો માં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તેમજ થયેલ નુકશાન ને પગલે સરકાર સ્થળ તપાસ કરી સર્વે કરી સરકાર સમક્ષ સહાય ચૂકવવા ની માંગ ખેડૂતો કરી રહ્યા છે. સાથેજ આવા જવાબદાર અઘિકારીઓ સામે કડક માં કડક કાર્યવાહી હાથ ધરી યોગ્ય પગલાં ભરવામાં આવે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.
પાટણ નાં સાંતલપુર તાલુકામાં જોઈએ તો 1/7c મા મઢુંત્રા, રોઝુ, જખોત્રા,ગરામડી, કલ્યાણપુરા સહિતના ગામો ડીસ્ટ્રીક કેનાલ આવેલ છે.જ્યારે 1/7b ની ,પર,ચારણકા, પાટણકા, બામરોલી, પરસુંદ ડીસ્ટ્રીક કેનાલો આવેલી છે.અને આ તમામ કેનાલો માં કોન્ટ્રાક્ટર થી લઈને નર્મદા નિગમના અધિકારીઓ ની મીલીભગત જોવા મળી રહી છે જેનો સીધો ભોગ ખેડૂતો વારંવાર બની રહ્યા છે.ત્યારે આવા જવાબદાર નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.
રિપોર્ટર: અનિલ રામાનુજ પાટણ રાધનપુર