નવા ઉજળા-ચોકી રોનવાડના ખાતમુર્હૂતનો કાર્યક્રમ વિધિવત રીતે સંપન્ન

નવા ઉજળા-ચોકી રોનવાડના ખાતમુર્હૂતનો કાર્યક્રમ વિધિવત રીતે સંપન્ન
Spread the love

વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને અમરેલીના કુંકાવાવ-વડીયા તાલુકાના નવા ઉજળા-ચોકી રોનવાડના ખાતમુર્હૂતનો કાર્યક્રમ વિધિવત રીતે સંપન્ન

નવા ઉજળાના વર્ષો જૂના રોડના પ્રશ્નનો ઉકેલ આવશે, આગામી ૨૦ દિવસમાં રોડની કામગીરી પૂર્ણ કરવાની નેમ : વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા

રુ. ૫૦ લાખના ખર્ચે નવા ઉજળા-ચોકી રોડ બનાવવામાં આવશે, અંદાજે ૨,૦૦૦ મીટર રોડની કામગીરી ચાર થી પાંચ દિવસમાં શરુ કરવામાં આવશે

ગ્રામજનો સાથે જોડાઈને
વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ ગામના રામજી મંદિરમાં સાફ-સફાઈ કરી

અમરેલી : સમગ્ર ગુજરાતમાં વિકાસકાર્યો શરુ છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયાના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં અમરેલીના કુંકાવાવ-વડીયા તાલુકાના નવા ઉજળા-ચોકી રોડના ખાતમુર્હૂતનો કાર્યક્રમ વિધિવત રીતે યોજાયો હતો.
જિલ્લા પંચાયત માર્ગ અને મકાનની રુ. ૫૦ લાખની અનુદાનમાંથી નવા ઉજળા-ચોકી રોડ બનાવવામાં આવશે. અંદાજિત ૨,૦૦૦ મીટર રોડની કામગીરી ચાર થી પાંચ દિવસમાં જ શરુ કરવામાં આવશે, આ કામગીરી આગામી ૨૦ દિવસમાં પૂર્ણ પણ કરવામાં આવશે. નવા ઉજળા ખાતે રોડના ખાતમુર્હૂત પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ ગ્રામજનો સાથે શ્રી રામજી મંદિરમાં સાફ-સફાઈ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં ધાર્મિક અને આદ્યાત્મિક સ્થળો પર સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
કુંકાવાવ-વડીયા તાલુકાના નવા ઉજળા-ચોકી રોડના ખાતમુર્હૂત પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કે, આ રોડનો પ્રશ્ન વર્ષોથી વણઉકેલ્યો હતો, હવે નવો રોડ બનાવવાની કામગીરી શરુ થશે એટલે ગ્રામજનોના વર્ષો જૂના રોડના પ્રશ્નનું નિરાકરણ આવશે. વધુમાં તેમણે જણાવ્યુ કે, આ કામગીરી આગામી ૨૦ દિવસમાં જ પૂર્ણ કરવામાં આવશે.
કુંકાવાવ-વડીયા તાલુકાના નવા ઉજળા-ચોકી રોડના ખાતમુર્હૂત પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, નવા ઉજળા સરપંચશ્રી, તલાટી કમ મંત્રી શ્રી સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240107-WA0009.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!