હિંમતનગર : રોહિત સમાજના પ્રથમ જીવન સાથી પસંદગી મેળાનું આયોજન

હિંમતનગર: રોહિત સમાજના પ્રથમ જીવન સાથી પસંદગી મેળાનું આયોજન
સદભાવના ઉત્કર્ષ સંસ્થાન હિંમતનગર દ્વારા આયોજિત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના રોહિત સમાજનો પ્રથમ જીવનસાથી પસંદગી મેળો.
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના રોહિત સમાજના દીકરા દીકરીઓ માટે મા બાપને મૂંઝવતો પ્રશ્ન એ હોય છે કે દીકરાઅનેદીકરીઓ સારો અભ્યાસ કરી કારકિર્દી ઘડે છે પણ યોગ્ય પસંદગીના પાત્રો મેળવવામાં ખૂબ જ તકલીફ પડે છે સાથે યોગ્ય પાત્રોની પસંદગી ન થતા સમાજ જીવનમાં પાછળ જતા અનેક પ્રશ્નો ઉદ્ભવે છે.
આ બધી સમસ્યાઓના ઉકેલ માટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના રોહિત સમાજ માટે સદભાવના ઉત્કર્ષ સંસ્થાન હિંમતનગર દ્વારા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભાગ લેનાર પરિવારને મનપસંદગીના પાત્રો મળશે એવી અપેક્ષા સાથે દીકરીઓના પરિવારો પણ શરમ સંકોચ વગર સહભાગી બનશો એવી અપેક્ષા છે
જે દીકરા દીકરીના ફોર્મ ભરીને મોકલશો તે ફોમૅ બંધ કવર અથવા આરપીએડીથી કે રૂબરૂ બંધ કવરમાં મોકલવાના રહેશે જેથી ગોપનીયતા જળવાઈ રહે
ભરેલા ફોર્મ મોડામાં મોડા તારીખ 8 -2- 2024 ને ગુરુવાર સુધીમાં સદભાવના કમિટીના કોઈપણ નજીક પડતા સભ્યનો મોબાઇલથી સંપર્ક કરી અથવા તો નીચે જણાવેલ સરનામે પણ આપની બાયોડેટા મોકલી શકાશે.સદભાવના ઉત્કર્ષક સંસ્થાન હિંમતનગર દ્વારા પ્રથમ જીવનસાથી પસંદગી મેળા માટે સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠિઓનો રૂબરૂ કોન્ટેક્ટ કરવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
સમાજના શ્રેષ્ઠીઓને નમ્ર અપીલ છે કે આ પ્રથમ જીવનસાથી પસંદગી મેળામાં સાથ અને સહકાર આપી
આ કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી થશો.
ફોર્મ મોકલવાનું સરનામું
124 ,શારદા કુંજ સોસાયટી મોતીપુરા હિંમતનગર
મોં.7984017891/
9426248887
રિપોર્ટ: ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300