તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલ નું ગૌરવ

તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલ નું ગૌરવ
તારીખ 23.1.2024 મંગળવારના દિવસે હિંમતનગર ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ 2024 માં અંડર -17 ગર્લ્સ કબડ્ડીમાં તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલ,સવગઢ છાવણીની વિદ્યાર્થીનીઓ દેવિકા પ્રજાપતિ, શિવાની પટેલ, ચૈતાલી પટેલ, ક્રિશા પટેલ, દિયા દેસાઈ, શ્રેષ્ઠી શાહ, કાવ્યા પટેલ, વૈદેહી પરમાર, જુહી પટેલ, અવની બારડે, અવની વાઘેલા, દિયા પટેલે ભાગ લીધેલ.જેમાં સ્કૂલની વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરી અન્ડર-17 કબડ્ડીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે અને ઝોન કક્ષાએ પસંદગી પામી સ્કૂલનું ગૌરવ વધારેલ છે. તમામ વિદ્યાર્થીનીઓ અને કોચ કલ્પેશભાઈ ચેનવા ને સ્કૂલ પરિવાર, તથા ડાયરેક્ટર શ્રી જનકભાઈ સોની એ શુભેચ્છાઓ પાઠવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300