ઘરવિહોણા સતત વિચરતા ગાડલીયા લુહાર સમુદાયના લોકોને ઢસા ગામે રાજ્ય સરકારના પ્રયાસથી મળી છત્રછાયા

ઘરવિહોણા સતત વિચરતા ગાડલીયા લુહાર સમુદાયના લોકોને ઢસા ગામે રાજ્ય સરકારના પ્રયાસથી મળી છત્રછાયા
Spread the love

રાજ્ય સરકાર, પુર્વ સચિવ કે.જી.વણઝારા, જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ ઘનશ્યામ વિરાણી તેમજ બોટાદ જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસથી……

ઘરવિહોણા સતત વિચરતા ગાડલીયા લુહાર સમુદાયના લોકોને ઢસા ગામે રાજ્ય સરકારના પ્રયાસથી મળી છત્રછાયા…..

જીલ્લા કલેક્ટર ડો.જેન્સી રોયના વરદ હસ્તે સનદ વિતરણ કરાઈ………

“વિકસિત ભારતના સંકલ્પને સાચા અર્થમાં ચરીતાર્થ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે :- ઘનશ્યામભાઈ વિરાણી પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ બોટાદ….

બોટાદ :  જીલ્લાના ઢસાગામે છેલ્લા દસ બાર વર્ષથી વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિ પૈકીના અતિ પછાત એવા ગાડલીયા લુહાર સમાજના ૨૫ પરીવારોને જીલ્લા કલેક્ટર જેન્સી રોય ના હસ્તે સનદ અપાઈ હતી. ઉપર આભ અને નીચે ધરતી જેવું જીવન જીવતા ગાડલીયા લુહાર સમુદાયના લોકો સતત વિચરણ કરી અને પોતાનો પેટ ગુજારો કરે પતરાની આડાશો ઉભી કરી તદ્દન અમાનવીય કહી શકાય તેવી ખાનાબદોષ જિંદગી નિર્વાહ કરતા લોકોની વેદના ને રાજ્ય સરકાર અને બોટાદ જીલ્લા વહીવટી તંત્રએ સમજીને પોતાનું કાયમી સરનામું મળે તે માટે કટિબધ્ધતા દાખવીને ૨૫ પરીવારોને સનદ વિતરણ કરવામાં આવી હતી.

વિચરતી જાતીના લોકો મુખ્યત્વે ગામેગામ પોતાનું પેટીયું રળવા સતત રઝળપાટ કરે અને ચોમાસામાં આવીને પોતાના ઝૂંપડામાં વસવાટ કરે પોતાના સમાજની આવી દુર્લભ દશા જોઈને ગાડલીયા લુહાર સમાજના યુવા શિક્ષિત દેવરાજ રાઠોડ દ્વારા સમાજના લોકોને કાયમી પોતાનું ઠેકાણું મળે અને છેવાડાનો વંચિત સમાજ અન્ય સમાજની હરોળમાં મુખ્યધારામાં ભળે તે માટે સ્થાનિક વહીવટી તંત્રને રજુઆત કરી હતી.

જેમાં વિચરતી જાતિઓના ભીષ્મપિતામહ ગણાતા અને આવા અનેક તક વંચીત ગરીબ લોકોના રથને કૃષ્ણ બની યોગ્ય દિશા તરફ આગળ ધપાવતા

“રાજ્ય સરકારના પુર્વ અધિક સચિવ કે.જી.વણઝારા પણ ખરા અર્થમાં સારથી સાબિત થયા હતા…..

તેમજ બોટાદ જીલ્લા પંચાયત ના પુર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી પણ ગરીબોના બેલી બની લાગતા વળગતા અધિકારીઓને જરૂરી સુચનો આપી સંવેદનશીલતા દાખવીને આ ભગીરથ કાર્ય માં પોતાની સંવેદનાની આહુતિ આપી સહભાગી બની ગરીબોના સપના સાકાર કરવા અગ્રેસર રહ્યા હતા.
વંચિત લોકોને ઘરના ઘરનું સરનામું મળતાની સાથે જ દરેક લોકોના મુખ પર સ્મિત ફરી વળ્યું હતું અને ખુબજ રાજીપો વ્યક્ત કર્યો હતો.

જીલ્લા કલેકટર જેન્સી રોયે જણાવ્યું હતું કે વિચરતી જાતિના લાભાર્થીઓ સરકારશ્રીની એકપણ યોજના થી વંચિત ન રહી જાય તે માટે તમામ ખાતાના અધિકારીઓને પોતાના વિભાગની યોજના ખુબજ સરળતાથી પહોંચાડે અને તમામ પ્રકારના સરકારી દસ્તાવેજો તેમને સુલભ રીતે મળી રહે તે માટેના આયોજનો હાથ ધરવા કહ્યું હતું.

વિચરતી અને વિમુક્ત જાતિના નાગરિકો સન્માનભેર જીવી શકે તેમજ સ્વનિર્ભર બનવાની સાથે આત્મનિર્ભર બની શકે તે હેતુસર બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.જિન્સી રોયના વરદહસ્તે ગઢડા તાલુકાના ઢસા ગામે ૨૫ જેટલાં ગાડલીયા લુહાર પરિવારોને જમીન ફાળવણીના સનદના હુકમો એનાયત કરવામાં આવ્યા હતાં.

આ અવસરે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જિન્સી રોયે જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં વસતા વિચરતી અને વિમુક્ત જાતિના ગાડલીયા લુહાર પરિવારોને કાયમી સરનામું મળે તે દિશાના પ્રયાસો કરી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝુંબેશનારૂપે હાથ ધરાયાં હતાં. જેમાં ઢસા ગામે વસતા વિચરતી અને વિમુક્ત જાતિના ગાડલીયા લુહાર પરિવારોએ અગાઉ જમીનનો કબ્જો સોપી દેવામાં આવ્યો હતો. જેમાં ઢસામાં વસતા ૨૫ ગાડલીયા લુહાર પરિવારોને જમીન ફાળવણીના સનદના હુકમો આજે આપવામાં આવ્યા છે. તમામ કાર્યવાહી પૂર્ણ થતાં વિચરતી અને વિમુક્ત જાતિના ગાડલીયા લુહાર પરિવારોને જમીનનો કબ્જો સોંપવામાં આવ્યો હતો.
આ વેળાએ અધિક નિવાસી કલેક્ટરશ્રી પી.એલ.ઝણકાત,પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ, મામલતદારશ્રી સિદ્ધાર્થ ત્રિવેદી સહિત વિચરતી અને વિમુક્ત જાતિના ગાડલીયા લુહાર પરિવારો ઉપસ્થિત રહ્યાં હતાં. ગાડલીયા લુહાર સમુદાયના યુવા શિક્ષિત આગેવાન દેવરાજ રાઠોડે “પોતાનું ઘર હોવાનું સપનું સાકાર થતા જ અશ્રુભીના ભાવે આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ :-દેવરાજ રાઠોડ 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!