જાફરાબાદ : ટીંબીમાં બુટલેગરો બન્યા બેફામ : પત્રકાર ઉપર જીવલેણ હુમલો કર્યો

જાફરાબાદ : ટીંબીમાં બુટલેગરો બન્યા બેફામ : પત્રકાર ઉપર જીવલેણ હુમલો કર્યો
ટીંબી ના કુખ્યાત બુટલેગર નરેન્દ્ર વાળા,લગધીર વાળા ના ઈશારે પત્રકાર પર હુમલો કરી લુંટ આચરી : હુમલાખોર વિસુ દિલું વાળા સામે પોલીસ ફરિયાદ
પત્રકાર ના ખિસ્સામાં રહેલી રોકડ રકમની પણ લૂંટ ચલાવવામાં આવી હોવા છતાં પણ પોલીસ દ્વારા લૂંટના ગુન્હાની કલમ ઉમેરવામાં આવેલી નહોય તેવું સોહિલભાઈ એ જણાવ્યું હતું
આ અગાવ પણ આ બુટલેગરો દ્વારા પત્રકાર સોહિલભાઈ ને ધાક ધમકીઓ આપવામાં આવી હતી તેવું પણ ચર્ચાઈ રહ્યું છે
શહેરમાં જાણે કે પોલીસનો કોઈ ખોફ જ રહ્યો ન હોય તેવી ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત જાફરાબાદ ના ટીંબી ગામના બુટલેગર નરેન્દ્ર વાળા,લગધીર વાળા ના ઈશારે પત્રકાર ઉપર હુમલો કર્યા નો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
અમરેલી પોલીસ બેફામ બનેલા બુટલેગરોને ડામવામાં નિષ્ફળ
આ ગંભીર ઘટના બાદ ફરી એકવાર જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી પોલીસસ્ટેશનની નીચે આવતા ટીંબી પી.એસ.આઈ પલાસ ઉપર પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે આ વિસ્તારની પ્રજામાં પણ ખુબજ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે ઉચ્ચ અધિકારી આ મામલે ગંભીર બને એ ખુબજ જરૂરી છે.
અમરેલી જિલ્લાના ટીંબી ગામે રહેતા અને પત્રકાર તરીકે ફરજ બજાવતા સોહિલભાઈ બમાણી ઉપર બુટલેગરો ના ઈશારા દ્વારા હીંચકારો હુમલો કરવામાં આવતા પત્રકારો મા ખુબજ રોસ ફેલાયો
અમરેલી જિલ્લા ના જાફરાબાદ તાલુકાના ટીંબી
ગામે ખુલ્લેઆમ દારૂનો ધંધો ચલાવવા મા આવી રહ્યો હોય બેરોક ટોક દેશી વિદેશી દારૂ નું વહેંચાણ થતું હોય આ બાબત ના સમાચાર પ્રસિદ્ધ થતા બુટલેગરો ના ઈશારે પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા ઓ
પત્રકાર પર થયેલા હીચકારા હુમલાથી પત્રકાર પરિવાર માં ભયનો માહોલ
બુટલેગરો મોટી રાજકીય વર્ગ ધરાવતો હોય તેમ જ છેક ઉપર સુધી પહોંચ ધરાવતો હોય પત્રકાર પરિવાર માં ભયનો માહોલ
પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલ તારીખ ૨૪/૦૧/૨૦૨૪ ના રોજ રાત્રિના આશરે નવ વાગ્યે પત્રકાર સોહિલભાઈ પોતાના ઘર થી થોડે દૂર શેરીમાં સંબંધી રહીમભાઈ અલીભાઈ સરવૈયા બેઠા હતા અને બંને વાતો કરતા હતા. એ સમયે પોતાના ગામનો વિસુ દિલુ વાળા હાથમાં લાકડી લઈને પત્રકાર સોહિલભાઈ પાસે આવેલ અને અચાનક પાછળથી લાકડી વડે ફટકાવારી કરવા મંડ્યા હતા અને પીઠના ભાગે લાકડી ના ચાર પાંચ ઘા મારેલ જેથી પત્રકાર સોહિલભાઈ નીચે પડી ગયેલ અને લાકડી નો એક ઘા જમણા હાથની કોણીમાં મારેલ અને સોહિલભાઈ ના પાછળ ના ખિસ્સામાં હુમલા ખોંરે હાથ નાખેલ અને ત્યારબાદ સોહિલભાઈએ રાડા રાડી કરવા લાગતા સોહિલભાઈના સંબંધી રહીમભાઈ તેમની વચ્ચે પડેલ અને વધુ મારમાં થી સોહિલભાઈ ને બચાવી લીધેલા હતા ત્યાર બાદ આ હુમલાખોર વીસુ દિલું વાળા ત્યાંથી જતો રહેલ અને જતા જતા પત્રકાર સોહિલભાઈ ને કહેતો ગયેલ કે આજે તો તુ જીવતો બચી ગયો હવે પછી દારૂ બાબતે કોઈ સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે કે હવે જો તું સામો મળ્યો છે તો તને જીવતો નહિ જવા દવ અને જાનથી મારી નાખવાની ધમકી આપતો ગયેલ તેમજ જેમ ફાવે તેમ ભૂંડી ગાળો આપતો ગયેલ
ત્યારબાદ પત્રકાર સોહિલભાઈ ને શરીરમાં ખુબજ દુખાવો થતો હોય તાત્કાલિક 108 માં ફોન કરેલ ત્યારબાદ 108 આવી જતા સોહિલભાઈ ને લઈ તેમના સંબંધી રહીમભાઈ અલીભાઈ સરવૈયા જાફરાબાદ સરકારી દવા ખાને સારવાર માટે દાખલ થયા હતા જાફરાબાદ સિવિલ હોસ્પિટલ ના ફરજ પરના ડોકટર દ્વારા સોહિલભાઈ ને શરીરમાં મુંઢ ઈજાઓ થયેલ હોય જરૂરી સારવાર આપવામાં આવી હતી
સારવાર બાદ સોહિલભાઈ એ પોતાનું ખિસ્સું ચેક કરતા ખિસ્સામાં રહેલા રૂ.3000/00 અંકે રૂપિયા ત્રણ હજાર ખિસ્સામાં ન જણાતા પોતાને માર મારી લૂંટી લેવાયા હોવાનું પણ ધ્યાને આવ્યું હતું
અવાર નવાર પત્રકારો પર હીચકારા હુમલાઓ સતત થતા રહેતા હોય સરકાર શ્રી દ્વારા આવાલોકો સાથે કડક કાર્યવાહી થવી જોઈએ એવી પત્રકારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે
હવે પોલીસ દ્વારા કોઈની પણ સેહ શરમ રાખ્યા વગર હુમલાખોર ને તાત્કાલિક ઝડપી કડકમાં કડક કાર્યવાહી કરી હુમલાખોરો ને કાયદાની રુહે જાહેરમાં સરભરા કરવામાં આવે છે કે.. પછી…. રાજકીય ઈશારા પર પોલીસ કાર્યવાહી થશે એતો હવે પોલીસ કાર્યવાહી બાદ જ ખ્યાલ આવશે એ વીસે તો હવે લોકોએ જોવાનુજ રહ્યું
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300