ભરૂચની જે પી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ખાતે ૧૪ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

ભરૂચની જે પી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ખાતે ૧૪ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી
Spread the love

ભરૂચની જે પી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ખાતે ૧૪ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓનું સન્માન કરાયુ


ભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ થયેલ હોઈ દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત તા.૨૫મી જાન્યુઆરી-૨૦૨૪ના રોજ ભરૂચની જે પી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ઓડિટોરીયલ હોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરા અધ્યક્ષસ્થાને ૧૪ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ″વોટ જેસા કુછ નહીં,વોટ જરૂર ડાલેંગે હમની થીમ″ પર ઉજવણી કરાઈ. જેમાં જિલ્લામાં મતદાર નોંધણીમાં શ્રેષ્ઠલ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ રાષ્ટ્રી ય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યુંત હતુ કે, ભારતીય બંધારણના ઘડવૈયાઓએ ભારતના નાગરિકોને કોઇપણ પ્રકારના ભેદભાવ સિવાય તમામને મતદાનના અધિકારો આપ્યાય છે. તેમણે મતદારોને અપીલ કરતાં કહ્યું હતું કે મતદારોએ પોતાનો સાચો મત વ્યક્ત કરવો જોઈએ અને તે માટે આગળ આવવું જોઈએ. તેમણે નવા નોંધાયેલા મતદારોને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, આપણને જ્યારે બંધારણે મતદાનનો અધિકાર આપ્યોત છે ત્યારે આવનારી તમામ ચૂંટણીઓમાં મતદાન કરી આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબુત બનાવીએ. કલેકટરશ્રીએ મતદાર નોંધણીમાં શ્રેષ્ઠક કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

વધુમાં આ કાર્યક્રમમાં કલેકટરશ્રી દ્વારા જેફ વય ધરાવતા મતદારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોને “હું ભારત છું” વિષયક શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી હતી તથા લોકશાહી તંત્રમાં શ્રધ્ધા રાખી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

આ પ્રંસંગે ભારતના મુખ્ય ચુંટણી કમિશનર શ્રી રાજીવ કુમારનો મતદાન માટે મતદાતાઓને જાગૃતતા કેળવવાનો સંદેશ આપતી વિડિયો ક્લિપ પણ નિહાળી હતી.

આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીમતી એસ એમ ગાંગુલી,પ્રાંત અધિકારી ભરૂચ શ્રી આર જે શાહ,ઝઘડિયા જે એસ બારિયા સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ મતદાતાઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિરત રહ્યાં હતાં.

રિપોર્ટ ‘: ભાવેશ મુલાણી.બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!