ડો.સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ,ની છાત્રાઓએ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ભાગ લીધો

ડો.સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ, ની છાત્રાઓએ ગીર બથેશ્વર કેમ્પ સાઈડ ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં લીધો ભાગ
જૂનાગઢ : ડો.સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ, જૂનાગઢની ૩૫ વિદ્યાર્થીની બહેનોએ પ્રકૃતિ શિક્ષણ શિબિર પશ્ચિમ વન વિભાગ જુનાગઢ દ્વારા આયોજિત જામવાળા (ગીર) બથેશ્વર કેમ્પ સાઈડ ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ભાગ લીધોહતો. ત્રિદિવસીય શિબિરમાં શિબીરાર્થી બહેનોએ પ્રકૃતિ શિક્ષણનાં જ્ઞાન સાથે ગીરજંગલના માહોલનો સૌએ પરિચય કેળવ્યો હતો. શિબીરાર્થીઓનાં ચહેરા પર પ્રકૃતિના સંદર્ભમાં કશુક નવીન પામ્યાનો અહેસાસ વર્તાતો હતો. શિબિરમાં વિદ્યાર્થીઓને પ્રકૃતિથી પરિચિત કરાવવામાં આવેલ તેમના મનમાં પ્રકૃતિ તરફનો લગાવ જાગે અને વધુ ને વધુ પ્રકૃતિ તરફ રસ લેતા થાય તે માટે રસપ્રદ અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આર.એફ.ઓ. અમીને ટ્રેકિંગ કેમ્પ તથા કેમ્પ ફાયર ,પશુ પંખી પ્રાણીઓની દિનચર્યાથી અવગત કરવામાં આવેલ તથા વનસ્પતિની ઓળખ વગેરે વગેરે રસપ્રદ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. શિબિરમાં પ્રશિક્ષક ગઢવીએ પોતાની લાક્ષણિક શૈલીમાં સહુને જંગલથી પરિચિત કરાવ્યા હતા. તથા પ્રશિક્ષક રમેશભાઈએ વન્ય જીવજંતુ પ્રાણીઓની તેના તાદ્રશ્ય અનુભવો વર્ણવતા શિબીરાર્થી વિદ્યાર્થીનીઓ માટે કશુક નવુ જાણ્યાની અનુભતિ થઇ હતી. ફોરેસ્ટર શ્રી સરવૈયાએ પોતાની નોકરીકાળના જંગલના અનુભવોની જંગલની અગત્યતા અને આપણે જંગલને સાચવવા શું શું કરવું જોઈએ એ વિષય ઉપર વાતો કરી હતી. પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં શ્રી રાઠોડ શ્રી ઉપેક્ષાબેન, સહિત પ્રાધ્યાપકશ્રીઓનાં જ્ઞાનનો લાભ પ્રાપ્ત થયો હતો. આ શિબિરના અંતે દરેક શિબિરાર્થીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું ભવિષ્યમાં આ શિબિરાથીઓ પ્રકૃતિનું જતન કરવામાં ઉપયોગી નિવડશે એવી આશા રાખવામાં આવી હતી. પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં એન.એસ.એસ.ઓફિસર શ્રી બી.એમ.પટેલ તથા અધ્યાપક પ્રો. એ.એન.રાબડિયા, પ્રા. ડો.હીરાબેન રાજવાણી, પ્રો દિવ્યેશ ઢોલા, ક્રિષ્નાબેન વગેરે ભાગ લીધો. શિબિરની વ્યવસ્થા અને આયોજન સંદર્ભે ડો.સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ, જૂનાગઢનાં ટ્રસ્ટી શ્રી જવાહરભાઈ ચાવડાએ અભિનંદન પાઠવેલ તથા સંસ્થાના આચાર્ય શ્રી ડો.બલરામ ચાવડાએ સૈાને બિરદાવ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300