બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર વલસાડમા વિદ્યાર્થીઓ માટે ભયમુક્ત પરીક્ષા વિષય પર સેમિનાર યોજાયો.

બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર વલસાડમા
વિદ્યાર્થીઓ માટે ભયમુક્ત પરીક્ષા વિષય પર સેમિનાર યોજાયો.
ખેરગામ : 11 માર્ચ જયારે બોર્ડ ની પરીક્ષા આવી રહી છે તયારે બોર્ડ ના વિદ્યાર્થીઓ માટે પરિક્ષાનો ભય દૂર કરવા, ભયમુક્ત પરીક્ષા વિષય પર સેમિનાર નું આયોજન વિદ્યાદીપ યુનિવર્સીટી,કિમ-સૂરત દ્વારા BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર,વલસાડમાં કરવામાં આવ્યુંહતું .જેમાં સુરતથી પધારેલ મોટિવેટિનલ સ્પીકર અશોક ગુજ્જર,મૌલિક સતાસીયા અને દિવ્યેશ ખાંડાવાલા- ભૈરવીગામ(ખેરગામ)એ હાજરી આપી હતી.
અશોક ગુજ્જર જે યુથ મોટીવેશન સ્પીકર છે. એમણે વિદ્યાર્થીઓને બોર્ડ ની પરીક્ષા માટે ટિપ્સ અને ટ્રિક્સ આપીને માર્ગદર્શિત કર્યા અને કહ્યું કે બોર્ડની પરીક્ષામાં વિરાટ કોહલી નહિ પરંતુ એમ એસ ધોની બનો,વિચાર બદલો રિઝલ્ટ બદલાઈ જશે,કેમ કે 300 દિવસની મહેનત 3 કલાકમા લખીને રજુ કરવાની હોય ત્યારે સમજ પૂર્વક પેપર લખવું ખુબ જ જરૂરી બની જાય છે ,છેલ્લા બે મહિનામાં તમારો માઈન્ડસેટ ખુબજ અગત્યનો ભાગ ભજવે છે.હું આ નહિ કરી શકુ એ વિચારવા કરતા હું આ કરી જ શકુ એવું વિચારો તો અવશ્ય લાભ થશે. આ વિચારોને વિધ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
વિદ્યાદીપ યુનિવર્સીટી કિમ,સુરત જે વલસાડ જિલ્લામાં વિધ્યાર્થીઓ માટે ખૂબજ સરાહનીય કાર્ય કરે છે, એમના દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રોગ્રામને સફળ બનાવવામાં બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર ના ડાયરેક્ટર માનસિંહ ઠાકોર & અન્ય ફેકલ્ટીઓનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો.
રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300