વિદેશી દારૂની ૪૮ બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડતી રાજુલા પોલીસ ટીમ.

દારૂની ૪૮ બોટલો સાથે એક ઇસમને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ.
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા નાઓએ અમરેલી જીલ્લામાં જુગાર/દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી, સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.સુ. આઇ.જે ગીડાની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ.જયરાજભાઇ જેતુભાઇ તથા હેડ કોન્સ. જયેન્દ્રભાઈ સુરગભાઈ તથા હેડ.કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ તથા પો.કોન્સ. રવિભાઈ બાબુભાઈ તથા પો.કોન્સ. હરેશભાઈ ભાયાભાઈ તથા હરેશભાઈ નાનજીભાઇએ રીતેના રાજુલા પો.સ્ટે. વિસ્તારના મફતપરા વિસ્તાર નવા રેલ્વે સ્ટેશન સામે રહેતા દિપકભાઈ ભરતભાઈ ધાખડાને પોતાના રહેણાંક મકાનેથી ચોક્કસ બાતમી હકીકત આધારે અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની કંપની રિંગપેક બોટલ નંગ-૪૮ ની કુલ કિ.રૂ.૭૪૧૦/- ના પ્રોહી લગત મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરતી રાજુલા પોલીસ ટીમ.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300