સુરેન્દ્રનગર : ટ્રાફિક શાખાના કર્મચારી જિલ્લાનીભાઈ કુરેશી વય મર્યાદા કારણે નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

સુરેન્દ્રનગર : ટ્રાફિક શાખાના કર્મચારી જિલ્લાનીભાઈ કુરેશી વય મર્યાદા કારણે નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો
Spread the love

સુરેન્દ્રનગર : ટ્રાફિક શાખાના કર્મચારી જિલ્લાનીભાઈ કુરેશી વય મર્યાદા કારણે નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

સુરેન્દ્રનગર શહેરના ટ્રાફિક શાખાના ઈમાનદાર અને નેક નમાજી એવા જિલ્લાની ભાઈ કુરેશી વય મર્યાદા કારણે નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

સુરેન્દ્રનગર શહેરની ટ્રાફિક સમસ્યા અને ટ્રાફિક શાખામાં ફરજ બજાવી એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત સામે આવે અને ટ્રાફિક શાખામાં જે ફરજ બજાવે તેમના દુશ્મનની તો વાત જ કરવાની રહી ત્યારે સુરેન્દ્રનગર શહેરના પ્રમાણિક અને ઈમાનદાર અને નેકદીન ઇન્સાન અને પાંચ સ્ટેમ નમાજ રમજાન માસના રોજા રાખવા ખુદા તાલાની બંદગી સમાજ સેવા સહિતની કામગીરી પણ ટ્રાફિક શાખામાં રહી અને જેણે પ્રમાણિકતાથી બજાવી છે તેવા જિલ્લાની ભાઈ કુરેશી પોતાની વય મર્યાદાના કારણે ગઈકાલે 31-1-2024ના રોજ પોતે નિવૃત્ત થયા ત્યારે તેમનો વિદાય સમારંભ સુરેન્દ્રનગર શહેરની અલંકાર ટોકીઝ પાસે આવેલ મહાદેવ કેટરર્સ હોલ ખાતે રાખવામાં આવ્યો હતો ત્યારે અનેક શહેરના પ્રતિષ્ઠિત લોકો વિદાય સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે 29-10-1989માં ભરતી થયા અને પોતે આજ દિન સુધી પોતાની ફરજમાં ક્યારે કોઈને સૂચના આપવી પડે કે તેમને ઠપકો આપવો પડે તેવો સમય આજ દિન સુધી ક્યારેય આવ્યો નથી ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં 2010માં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક પીએસઆઇ તરીકે આર.ડી. જાડેજાને લાવવામાં
આવ્યા હતા ત્યારે પીએસઆઇ આરડી જાડેજા સાથે ટ્રાફિક સમસ્યાને નિરાકરણ લાવવા માટે ગાઈડલાઈન મુજબ જીલ્લાનીભાઇ ફુલેશીને સાથે રાખવામાં આવતા હતા અને આ રીતે 2010માં ટ્રાફિક નિયંત્રણ લાવવામાં પણ તેમને પૂરતી સફળતા મળી હતી.


જન કલ્યાણ ફાઉન્ડેશનના સુમિતભાઈ ઉમરાણીએ તેમના પ્રવચનમાં જણાવ્યું કે જ્યારે રોડને ટાવર થી અનુમ સુધી ટુવે કરવામાં આવ્યો ત્યારે તેનો અમલ કરવામાં જિલ્લાની ભાઈએ ક્યારેય પાછી પાણી કરી નથી અને સૌથી વધુ અને સૌથી વધુ સમય સુધી
નોકરી કરવામાં જેને ફાળો આપ્યો હોય તો એ જિલ્લાની ભાઈ કુરેશી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના અનેક પ્રતિષ્ઠિત લોકો તેમના વિદાય સમારંભમાં ઉપસ્થિત રહ્યા ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં અગાઉ ટ્રાફિક શાખામાં ફરજ બજાવી ચૂકેલા અને ટ્રાફિક શાખાના પૂર્વ પીએસઆઇ વિજયસિંહ ઝાલા કે જેઓ પીઆઇ થઈ અને હાલમાં નિવૃત્ત થયા તેમને તેમની સાથે જિલ્લાની ભાઈએ નોકરી અને ફરજમાં એટલા બધા ચુસ્ત અને પાબંધ રહ્યા છે કે જેની વાત કરો તેટલી ઓછી છે તેવું તેમને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું અને સારી એવી કામગીરી કરી છે જે સુરેન્દ્રનગર શહેર માટે સદાય તેમની ખોટ પડશે અને તેમની કામગીરીને લોકોએ વખાણવી પડશે તેવું
એમને જણાવ્યું હતું ત્યારે હાલમાં હજુ એક માસ પહેલા જ આવેલા ટ્રાફિક શાખાના પીએસઆઇ રાઠોડ સાહેબે તેમના પ્રવચનમાં જણાવ્યું કે હજી હું તો હજી એક માસ પહેલા જ ટ્રાફિક શાખામાં આવ્યો છું અને ટ્રાફિક શાખામાં એટલી બધી સમસ્યાઓ જટિલ છે કે સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક નિયંત્રણ લાવવો એ મોટી અઘરી વાત છે ત્યારે ટ્રાફિક શાખાના રામસિંગભાઈ હિતેન્દ્રસિંહ અને ગઢવી ભાઈ સહિતનો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ વિદાય સમારંભ વખતે ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોએ તેમની કામગીરીને બિરદાવી હતી ત્યારે પરિવારજનો પણ જિલ્લાની ભાઈ કુરેશી જ્યારે રિટાયર્ડ થઈ રહ્યા હતા ત્યારે તેમની કામગીરી અને તેમનું પ્રશંસા જોઈ અને તેમની આંખો પણ આંસુથી છલકાયેલી જોવા મળતી હતી ત્યારે આ કાર્યક્રમમાં શહેરના આગેવાનો તેમજ પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની કામગીરી બિરદાવી હતી અને નિવૃત્ત થયા બાદ તેઓ પોતે સમાજ સેવા અને સારી કામગીરી કરે અને ખુદા તાલા તેમને હજયાત્રા ઉમરા શરીફની જારત કરાવે તેવી દુઆ કરવામાં આવી હતી અને ટ્રાફિક શાખાના પીએસઆઇ રાઠોડ સાહેબે જણાવ્યું કે હજુ પણ ગમે ત્યારે જરૂર પડશે ત્યારે તમને અમો બોલાવશું
તો તમે અમારી કામગીરીમાં સાથે રહેશો અને અમને સરળતા માટે સાથ સહકાર આપશો તેવું તેમને અંતમાં જણાવ્યું હતું.

રિપોર્ટ : જાડેજા દીપેન્દ્રસિંહ સુરેન્દ્રનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!