દાંતા : સસ્તા અનાજ નો જથ્થો ભરેલી ગાડી બહાર અનાજની ડિલિવરી કરવા જતાં ઝડપાઇ……

દાંતા : સસ્તા અનાજ નો જથ્થો ભરેલી ગાડી બહાર અનાજની ડિલિવરી કરવા જતાં ઝડપાઇ……
ઘણા સમય થી સસ્તા અનાજ ના કાળા કારોબાર ની ઉઠી છે રાવ……
સરકાર દ્વારા રેઇડ કામગીરી દરમિયાન દાંતા થી બહાર નીકળેલ ગાડી ઝડપાઈ….
આરોપીઓ ને પકડી પૂછપરછ ચાલુ ,કાયદેસર ની કાર્યવાહી કરાશે – જી.કલેકટર.
ગુજરાત ના બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકા વિસ્તાર માં પાછલા ઘણા સમય થી ગરીબો માટે સરકાર દ્વારા અપાતું સસ્તું અનાજ ગરીબો ને ના મળતા બારોબાર વેપારીઓ, ફેક્ટરીઓ માં વેચાણ થઈ રહ્યા ની રાવ ઉઠી છે.
ત્યારે સરકાર દ્વારા આ બાબતે અવાર નવાર ફરિયાદો અને અરજીઓ મળતા રેઇડ પાડવાની કામગીરી શરૂ કરાઇ છે.જેના ભાગ રૂપે આજ રોજ દાંતા તાલુકા ખાતે પુરવઠા અધિકારીઓ દ્વારા તપાસ માં નીકળેલ હતા ત્યારે મળેલ બાતમી મુજબ દાંતા માલ ગોડાઉન વિસ્તાર માં રેઇડ કરતા દાંતા ખાતે થી સસ્તા અનાજ નો જથ્થો ભરેલ ગાડી અધિકારીઓ દ્વારા ઝડપાઈ હતી.જે અંગે સઘન તપાસ કરતા આશરે રૂ.૩૦,૦૦,૦૦૦/- ની કિંમત નો મુદ્દા માલ ઝડપી પાડી ઝડપાયેલા ઈસમો સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી વધુ માં અનાજ ના કાળા કારોબાર સાથે સંકળાયેલ અન્ય લોકો વિશે પણ પૂછ પરછ કરાઇ રહી છે.
જે અંગે વધુ આરોપીઓ ને પકડી પાડી કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા કલેકટર શ્રી વરુણ કુમાર બરનવાલે જણાવ્યું હતું.
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300