પૂજ્ય સંત શ્રી મોરારિબાપુ દ્વારા ગાંધીનગરના શિક્ષકને “ચિત્રકૂટ એવોર્ડ”

પૂજ્ય સંત શ્રી મોરારિબાપુ દ્વારા ગાંધીનગરના શિક્ષકને “ચિત્રકૂટ એવોર્ડ”
શ્રી ધર્મેશકુમાર ડાહ્યાભાઈ ગજ્જર, શિક્ષક , રામાજીના છાપરા પ્રાથમિક શાળા, તા – દહેગામ, જી – ગાંધીનગરને ચિત્રકૂટ ધામ, તલગાજરડા, તા – મહુવા, જી – ભાવનગર ખાતે પૂજ્ય સંત શ્રી મોરારિબાપુ ,રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, પૂજ્ય સંતશ્રી સીતારામ બાપુ, ગુ.રા.પ્રા.શિ.સંઘ પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા,મહામંત્રી શ્રી સતિષભાઈ ,ગાંધીનગર જિલ્લા પ્રા.શિ.સંઘ પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા ” ચિત્રકૂટ એવોર્ડ” અર્પણ કરવામાં આવેલ. અનેક સામાજીક કાર્ય, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, નવતર પ્રયોગ, ક્રિયાત્મક સંશોધન, કલા મહાકુંભ, યુવા મતદાર મહોત્સવ, મતદાર જાગૃતિ વગેરેમા ઉત્કૃષ્ઠ કામગીરી કરી સી.આર.સી., તાલુકા, જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠબી.એલ. ઓ., વિશ્વકર્મા રત્ન એવોર્ડ, વગેરે અનેક એવોર્ડ્સ મેળવેલ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300