બોટાદ નગરપાલિકા ના મનોજભાઈ સોલંકી વય મર્યાદા ને કારણે નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો

બોટાદ નગરપાલિકા ના મનોજભાઈ સોલંકી વય મર્યાદા ને કારણે નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો
બોટાદ નગરપાલિકા ના કર્મનિષ્ઠ કાયમી કર્મચારી રજીસ્ટ્રી ક્લાર્ક અને હેલ્થ સેન્ટર કોચ શ્રી મનોજભાઈ સોલંકી ૩૨ વર્ષ ની લાંબી સર્વિસ બાદ વય મર્યાદા ને લઈ નિવૃત થતા તેમનો વિદાય સમારંભ નગરપાલિકા ના ચીફ ઓફિસર ગોસ્વામી ની અધ્યક્ષતા માં ધોબી ની લીમડા વાળી મેલડી માતાજી ની જગ્યા માં બોટાદ ખાતે યોજવામાં આવ્યો.
આ પ્રસંગે બોટાદ ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડીંગ એસોસિએશન ના ઉપ પ્રમુખ સી.એલ.ભીકડીયા , જી.ઇ.બી.ના એન્જીનીયર ગામીત ,નગરપાલિકા ના સેનેટરી ઇન્સપેક્ટર ડી.બી.માઢક , શોપ ઇન્સપેક્ટર રાજુ ભાઈ ડેરૈયા ખાસ ઉપસ્થિત રહેલ.
પ્રથમ મનોજ ભાઈ ને ચીફ ઓફિસર દ્વારા શ્રીફળ અને સાકર નો પડો આપી શુભકામનાઓ પાઠવેલ.
નગરપાલિકા ની વિવિધ શાખા કર્મચારીયો તથા મિત્રો દ્વારા મનોજ ભાઈ ને સ્મૃતિ ભેટ , શાલ તથા હારતોરા દ્વારા સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.
છેલ્લે તાવા પ્રસાદ નો આસ્વાદ માણેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300