વડીયા – આઈ ટી આઈ ખાતે લર્નિંગ લાઇસન્સ અને પરીક્ષા કેન્દ્ર શરૂ કરવા માંગ

વડીયા – આઈ ટી આઈ ખાતે લર્નિંગ લાઇસન્સ અને પરીક્ષા કેન્દ્ર શરૂ કરવા માંગ કરતા – અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી જુનેદ ડોડીયા…
કુંકાવાવ અને અમરેલી ના ધક્કા માંથી છુટકારો મળી શકે તે માટે…
સુવિધાઓ શરૂ કરવા વાહન વ્યવહાર મંત્રી, કમિશ્નર આરટીઓ અધિકારી અને જિલ્લા આરટીઓ અધિકારી ને પત્ર દ્વારા રજૂઆત
અમરેલી જિલ્લા ના છેવાડા તાલુકા મથક એવા વડીયા ગામ માં સરકારી આઈ ટી આઈ સુવિધાઓ થી સપન્ન બિલ્ડિંગ સરકાર દ્વારા બનવામાં આવ્યું છે ત્યારે હાલ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે આપવી પડતી પરીક્ષા અને લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે સુવિધાઓ ન હોવાથી આ વિસ્તારના લોકોને અમરેલી અથવા કુકાવાવ ધક્કા ખાવા પડે છે તેથી સમય અને નાણા નો ખર્ચ વધે છે ત્યારે લર્નિંગ લાયસન્સ અને પરીક્ષા માટે વડીયા આઈટીઆઈમાં તેનું સેન્ટર શરૂ કરવામાં આવે હાલ ઓનલાઈન વિકલ્પ હોવા છતાં પરીક્ષા સેન્ટર હજી સુધી શરૂ થયું નથી માટે વડીયા આઈ.ટી.આઈ ખાતે પરીક્ષા કેન્દ્ર શરૂ કરવામાં આવે અને વડીયા તેમજ આજુબાજુના ગામડાના અરજદારોને સરળતા થાય તે માટે લેખિત રજૂઆત ગુજરાત સરકાર વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કમિશનર ઓફ આરટીઓ સાહેબ ગાંધીનગર અને અમરેલી જિલ્લા આરટીઓ અધિકારી શ્રી ને અમરેલી જિલ્લાના યુવા કોંગ્રેસ મહામંત્રી જુનેદ ડોડીયા દ્વારા કરવામાં આવી છે. આ સેન્ટર વડીયા આઈ.ટી.આઈ ખાતે શરૂ કરવામાં આવે તો ચોક્કસપણે આ વિસ્તારના લોકોને લાભ અને ફાયદો થય શકે એમ છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300