જૂનાગઢમાં આંગણવાડી તેડાગર બહેનોને  ઘરેલું હિંસા અધિનિયમ -૨૦૦૫ થી માહિતગાર કરાયા

જૂનાગઢમાં આંગણવાડી તેડાગર બહેનોને  ઘરેલું હિંસા અધિનિયમ -૨૦૦૫ થી માહિતગાર કરાયા
Spread the love

જૂનાગઢમાં આંગણવાડી તેડાગર બહેનોને  ઘરેલું હિંસા અધિનિયમ -૨૦૦૫ થી માહિતગાર કરાયા

 

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા  માર્ગદર્શન સેમીનાર યોજાયો

જૂનાગઢ : જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીનાં  માર્ગદર્શન હેઠળ ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમીનારનું આયોજન સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ “શશીકુંજ” જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આંગણવાડી તેડાગર બહેનોને ઘરેલું હિંસા અધિનિયમ -૨૦૦૫, દહેજ પ્રતિબંધક અધિનિયમ ૧૯૬૧, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩, મહિલાઓ સાથે થતી હિંસાના કિસ્સામાં સરકારશ્રીની વિવિધ સેવાઓ જેમકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર વગેરેનો લાભ કેવી રીતે મેળવી શકે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની અન્ય યોજનાઓ જેવી કે વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના વગેરે વિષે પણ માહિતી આપવમાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, ડૉ.ચંદ્રશ ભાંભી, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી, એમ.જી. વારસુર (મ.ન.પા) દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી, બી.ડી.ભાડ (ગ્રામ્ય) આઈ.સી.ડી.એસ ના મુખ્ય સેવિકા બહેનો તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ,આંગણવાડી તેડાગર બહેનો હાજર રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!