તુવેર, ચણા અને રાયડાના ટેકાના ભાવ જાહેર કરાયા

તુવેર, ચણા અને રાયડાના ટેકાના ભાવ જાહેર કરાયા
પ્રતિ ક્વિન્ટલ તુવેર રૂ. ૭૦૦૦, ચણા રૂ.૫૪૪૦ અને રાયડાની રૂ. ૫૬૫૦ ટેકાના ભાવે ખરીદી થશે
જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ તા.૨૯ ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
જૂનાગઢ : ભારત સરકાર દ્વારા ખરીફ-રવિ-૨૦૨૩-૨૪ માટે પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે તુવેર ચણા અને રાયડાની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે
આ નિર્ણય મુજબ પ્રતિ ક્વિન્ટલ તુવેર રૂ. ૭૦૦૦, ચણા રૂ.૫૪૪૦ અને રાયડાના રૂ. ૫૬૫૦ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે તુવેર ચણા અને રાયડાના વેચાણ માટે તા.૫-૨-૨૦૨૪ થી તા.૨૯-૨-૨૦૨૪ સુધી નોંધણી કરવામાં આવશે.
ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતે વીસીઈ મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. જેમાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ ટેકાના ભાવે ખરીદી અંગેનું રજીસ્ટ્રેશન કરે અને મહત્તમ ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300